હિટ એન્ડ રન: રાજારામ સોસાયટીમાં બાઈક અડફેટે સાઈકલ ચાલકનું મોત
રાજકોટ શહેરના સામાંકાઠે સંતકબીર રોડ પર રાજારામ સોસાયટીમાં પૂરપાટ ઝડપે આવતા અજાણ્યા બાઈકચાલકે સાયકલને ઠોકરે ચડાવતા વૃધ્ધનું ગંભીર ઈજા થતા મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.
આ અંગે પોલીસ અજાણ્યા બાઈકચાલક વિરૂૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ દુધસાગર રોડ પર ગુજરાત હાઉસીંગ બોર્ડ ક્વોટરમાં રહેતા હબીબખાન ઉસ્માનખાન પઠાણ (ઉ.વ.72) નામના વૃધ્ધ ગત તા.પના રોજ બપોરે પોતાની સાયકલ લઈ કુવાડવા રોડ પર આવેલી પટેલ વિહાર હોટલે જતા હતા
દરમિયાન દુધની ડેરી પાછળ રાજારામ સોસાયટીમાં સાંદીપની સ્કુલ પાસે પહોંચતા પૂરપાટ ઝડપે આવતા અજાણ્યા બાઈકચાલકે સાયકલને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. જેમાં હબીબખાનને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજા થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન આજે મોત નીપજ્યું હતું. જ્યારે અજાણ્યો બાઈક ચાલક અકસ્માત સર્જી નાશી છૂટયો હતો.
આ અંગે થોરાળા પોલીસે હોસ્પિટલે દોડી જઈ જરૂૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે ખસેડી મૃતકના પુત્ર મજીદખાનની ફરિયાદ પરથી અજાણ્યા બાઈકચાલક વિરૂૂધ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે. આ બનાવથી વૃધ્ધના પરિવારમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.