હિટ એન્ડ રન: કારચાલકે બે વર્ષની બાળકીને કચડી નાખી
રાજકોટની ભાગોળે આવેલા લોધીકાના મેટોડા જીઆઇડીસીમા મજુરી અર્થે આવેલા શ્રમીક પરીવારની બે વર્ષની માસુમ બાળકી ઘર પાસે રમતી હતી ત્યારે પુરપાટ ઝડપે ધસી આવેલા કાર ચાલકે બાળકીને હડફેટે ચડાવી અકસ્માત સર્જી નાસી છુટયો હતો. હીટ એન્ડ રનની ઘટનામા ગંભીર રીતે ઘવાયેલી બાળકીનુ મોત નીપજતા પરીવાર શોકમા ગરકાવ થઇ ગયો હતો.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ લોધીકા તાલુકાનાં મેટોડા જીઆઇડીસી ગેટ નં ર અંદર બાંધકામની સાઇટ પર શ્રમીક પરીવારની દિવ્યાબેન થાનસીંગભાઇ વસુનીયા નામની બે વર્ષની માસુમ બાળકી બપોરનાં સાડા ત્રણેક વાગ્યાનાં અરસામા રમતી હતી ત્યારે પુરપાટ ઝડપે ધસી આવેલા કાર ચાલકે માસુમ બાળકીને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો હીટ એન્ડ રનની ઘટનામા ગંભીર રીતે ઘવાયેલી માસુમ બાળકીને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલમા ખસેડવામા આવી હતી જયા બાળકીનુ સારવાર દરમ્યાન મોત નીપજતા શ્રમીક પરીવારમા અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી હતી.
પ્રાથમીક પુછપરછમા મૃતક બાળકીનો પરીવાર મુળ એમપીનો વતની છે મૃતક બાળકી બાંધકામની સાઇટ પર રમતી હતી ત્યારે અકસ્માત સર્જાયો હોવાનુ જાણવા મળ્યુ છે. આ અંગે મેટોડા પોલીસે નોંધ કરી કાર ચાલકને ઝડપી લેવા ચક્રો ગતીમાન કર્યા છે.