ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

મોરબીમાં પેપર મિલોના વાંકે મચ્છુ નદીમાં ભળેલું ઝેરી કેમિકલ

12:30 PM Jan 06, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

 

Advertisement

મોરબીના ગોરખીજડિયા ગામ પાસે આવેલી તીર્થક,નેક્સા,પલક વગેરે જેવી પેપરમિલોનું પાપ છે. જે પેપરમિલથી 40 મીટરે આવેલ ધુતારી નદીમાં થઈને મચ્છુ 3 ડેમમાં ઠાલવવામાં આવે છે જેના લીધે માનવ, પશુ અને પંખીઓની જીંદગી ભયાનક રોગથી નરક બની રહી છે.આજુ બાજુમાં આવેલા ખેતરમાં ઉભેલા પાકને પણ નુકસાન કરી રહ્યું છે અને નદીમાં રહેલા માછલાઓના ટપો ટપો મોત થઈ રહ્યા છેમોરબીના મચ્છુ ડેમના હાલ અમદાવાદની સાબરમતી અને ભાદર ડેમથી પણ દૂષિત થતો જાય છે, મરછુ ડેમનું પાણી આખા મોરબીને પીવા અને વપરાશમાં આપવામાં આવે છે અને શહેરમાંથી અનેક વાર ચામડીના રોગ અને કેન્સર જેવી જીવલેણ બીમારીની સમસ્યા વધી રહ્યાની ચર્ચા થઈ રહી છે.

જિલ્લાના આરોગ્ય વિભાગના આઇડીએસપી દ્વારા જાહેર કરાયું છે કે સિરામિકમા પેટકોકનો વપરાશ સિલિકોસી રોગને જન્મ આપે છે અને પેપર મિલનો મચ્છુમાં ગેરકાયદેસર ઠલવાતો કચરો ચામડી અને કેન્સર જેવી બીમારીને જન્મ આપે છે બને હાઈ રિસ્ક પોલ્યુશન માં આવે છે.ત્યારે જે તે વખતના સરપંચ અને તલાટીએ ગેરકાયદેર મંજૂરી માટે અસહમતી આપતા માલિક અને અમુક રાજકીય લોકો દ્વારા બંધુક બતાવી ધમકીઓ અપાઈ હતી તેવી ચર્ચા પણ ચાલી હતી જેનું પાપ આજે આખું મોરબી ભોગવી રહ્યું છે.હાલ ગોરખીજડિયાના સરપંચ અને જાગૃત લોકો દ્વારા પ્રાદેશિક કચરી પર ભરોસોન રહેતા જીપીસીબીના ચેરમેન અને મુખ્યમંત્રીને રજુવાત કરી છે હવે જોવાનું રહ્યું કે તંત્રી કેટલી હદ સુધી ભ્રષ્ટ છે.

-
--

 

 

Tags :
gujaratgujarat newsmorbimorbi news
Advertisement
Advertisement