ચોટીલા નજીક આવેલી ભીમોરાની ગુફાનો ઐતિહાસિક વારસો
10:55 AM Jun 30, 2025 IST
|
Bhumika
Advertisement
ચોટીલા નજીકનું નાનકડું ગામ ભીમોરા. તત્કાલિન સમયે ભીમપુરી તરીકે ઓળખાતું આ ગામ વિશેષ રીતે પ્રસિદ્ધ છે. અહી આવેલી પથ્થરો કોતરીને બનાવેલી ગુફાઓ માટે. હકીકતમાં ભીમોરા આસપાસનો સમગ્ર વિસ્તાર પર્વતીય છે અને આ પર્વતોની કુદરતી રચનાઓ પુરાતન અને વિશેષ છે. લોકવાયકા મુજબ અહી ભીમનાં પગલા, રથની નિશાનીઓ, તેની ગુફાઓ છે અને ભીમ સાથેનાં સંબધનાં કારણે જ આ ગામ અગાઉ ભીમપૂરી અને બાદમાં ભીમોરા તરીકે જાણીતું બન્યું હશે. તાજેતરમાં ટીમ અતુલ્ય વારસો દ્વારા આ ગુફાઓની મુલાકાત લેવામાં આવી હતી. વર્તમાન સમયમાં ગુફાઓ નજીક ચિત્રો દોરવામાં આવ્યા છે અને દૂરથી જોતા જાણે અજંતા-ઈલોરાની ગુફાઓ હોય એવો ભાસ થાય છે. આસપાસ જોવા મળતી નાની દેરીઓ, સ્થાનિક ગ્રામ્ય સંસ્કૃતિ, કુદરતી વાતાવરણ આ વિસ્તારને મેડિટેશનનાં કેન્દ્ર તરીકે વિકસાવવા યોગ્ય છે
Advertisement
Next Article
Advertisement