For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દ્વારકા નગરપાલિકાના 27 કર્મચારીઓને કાયમી કરવાનો ગુજરાત હાઇકોર્ટનો ઐતિહાસિક ચુકાદો

04:24 PM May 07, 2025 IST | Bhumika
દ્વારકા નગરપાલિકાના 27 કર્મચારીઓને કાયમી કરવાનો ગુજરાત હાઇકોર્ટનો ઐતિહાસિક ચુકાદો

Advertisement

દ્વારકા નગરપાલિકાના અલગ-અલગ પોસ્ટ ઉપર કામ કરતા 27 શ્રમયોગીઓએ દાખલ તારીખથી 240 દિવસ પૂરા થયે કાયમી કરવાના ઔધોગિક વિવાદો સને-2001 ની સાલમાં જામનગર જિલ્લા મઝદુર સંઘ મારફત ઔધોગિક ન્યાય પંચ, જામનગર સમક્ષ ઉપસ્થિત કરેલ હતાં. આ વિવાદોમાં ઔધોગિક ન્યાયપંચે પક્ષકારોના સાક્ષી - પુરાવા - દલીલો સાંભળ્યા બાદ સને-2017 ના એવોર્ડથી તમામ શ્રમયોગીઓને કાયમી કરવાના આદેશ આપેલ હતાં. જેની સામે સંસ્થાએ નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ ખાસ દિવાની અરજીઓ દાખલ કરેલ હતી જેની સુનાવણી બાદ નામદાર ગુજરાત હાઈકોર્ટે ઔધોગિક ન્યાયપંચના ચૂકાદાઓ માન્ય રાખી સંસ્થાની ખાસ દિવાની અરજીઓ રદ કરેલ હતી. ઉકત સીંગલ જજના ચૂકાદાઓ સામે સંસ્થાએ ડીવીઝન બેંચ સમક્ષ લેટર્સ પેટન્ટ અપીલો દાખલ કરેલ હતી જેની લંબાણપૂર્વકની સુનાવણી બાદ તા.1-5-2025 ના રોજ નામદાર ડીવીઝન બેંચે સંસ્થાની અપીલો રદ કરેલ છે અને ન્યાયપંચના કાયમી કરવાના ચુકાદાનું 8 અઠવાડીયામાં પાલન કરવા અને એરીયર્સની ચૂકવણી કરી આપવા સંસ્થાને આદેશ આપેલ છે. આ ડીવીઝન બેંચના ચૂકાદાથી 27 શ્રમયોગીઓને ઘણો આર્થિક ફાયદો થશે.

નામદાર ડીવીઝન બેંચે નામદાર સુપ્રીમ કોર્ટના લેટેસ્ટ ચૂકાદાઓના સંદર્ભમાં ઠરાવેલ છે કે જયારે શ્રમયોગીઓ વર્ષોથી એટલે કે 25-30 વર્ષોથી સતત અને સળંગ રીતે કામગીરી કરતા હોય ત્યારે સંસ્થાની યોગ્ય પ્રક્રિયા વગર કામદારોની ભરતી કરેલ હોવાની કે સેટઅપ માટે સરકારની મંજુરી લેવાની કે શૈક્ષણિક લાયકાત અંગેની તેમજ અરજદારો રોજમદાર તરીકે કામ કરતા હોવાની રજુઆતો માન્ય રાખેલ નહીં અને સંસ્થાની અપીલો રદ કરવામાં આવેલ અને ન્યાયપંચના અને સીંગલ જજના ચૂકાદાઓ માન્ય રાખી શ્રમયોગીઓને વહેલી તકે કાયમીના લાભો આપી દેવા ડીવીઝન બેંચ ધ્વારા આદેશ કરવામાં આવેલ છે.

Advertisement

આ ઈતિહાસિક ચૂકાદાથી કામદારોમાં આનંદનુ મોજુ ફરી વળેલ છે અને તેઓને છેલ્લા ઘણા વર્ષોની પગાર તફાવતની તથા અન્ય આર્થિક લાભોનો ફાયદો થશે કે જે લાભોથી તેઓ અત્યાર સુધી વંચિત રહેલ હતાં. આ કેઈસો ભારતીય મઝદર સંઘના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ હસુભાઈ દવે ના માર્ગદર્શન હેઠળ ઔધોગિક ન્યાયપંચ, જામનગર સમક્ષ પંકજભાઈ રાયચૂરા રોકાયેલા હતાં.

હાલના ગ્રુપ શ્રમયોગીઓ અને યુનિયન વતી નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ એડવોકેટ જીત રાજયગુરૂૂ ધ્વારા લંબાણપૂર્વકની દલીલો કરી શ્રમયોગીઓને લાભો અપાવેલ હતાં.

Advertisement
Tags :
Advertisement
Advertisement