રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

આધેડે ખભે રાખેલું દાતરડું રિક્ષામાં ફસાતા ગળું કપાઇ ગયું

04:15 PM Sep 10, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

રાજકોટમાં એક વિચિત્ર બનાવ બન્યો છે. આજી જી.આઈ.ડી.સી. નજીકના વિસ્તારમાં ખંભાના ભાગે લાંબુ દાતરડુ રાખીને જઈ રહેલા આધેડનું દાતરડુ રિક્ષામાં ફસાઈ જતા ખેંચાણ આવતા દાતરડુ ગળાનાં ભાગે ફરી વળતાં ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ નિપજયું હતું. આધેડને મોતથી પરિવારમાં અરેરાટી સાથે કરૂૂણ કલ્પાંત સર્જાયો છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શહેરનાં ગોંડલ રોડ પર યુવરાજનગર શેરી નં. 1માં રહેતાં સાગરભાઈ વેલશીભાઈ સાડમિયા નામના 51 આધેડ તેમના પત્ની સાથે કામ સબબ નિકળ્યા હતા. તે ખંભાના ભાગે વૃક્ષ પરથી ઘેટા-બકરાના ચારા માટે કાપવા માટેનું લાંબુ દાતરડુ ખંભે રાખીને જઈ રહ્યા હતા. ત્યારે આજી જી.આઈ.ડી.સી. વિસ્તારમાં એકાએક પુરપાટ વેગે ઘસી આવેલી રિક્ષામાં દાતરડાનો ભાગ ફસાઈ ગયો હતો. જેને કારણે ખેંચાણ આવતા સાગરભાઈ સાડમીયાના ખંભાના ભાગે રહેલુ દાતરડુ તેના ગળા પર ફરી વળતાં આધેડ લોહીલુહાણ હાલતમાં બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા. આધેડને સારવાર મળે તે પૂર્વે જ ઘટના સ્થળે કમકમાટીભર્યું મૃત્યુ નિપજયું હતું.

ઘટનાના પગલે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. આધેડના મોતના સમાચાર મળતા જ પરિવારજનો તાત્કાલિક દોડી ગયા હતા. આધેડના મોતથી પરિવારમાં અરેરાટી સાથે કરૂૂણ કલ્પાંત સર્જાયો હતો. આ ઘટના અંગે જાણ થતા થોરાળા પોલીસનાં પી.એસ.આઈ. જે.એમ. પરમાર સહિતના સ્ટાફે ઘટના સ્થળે પહોંચી જરૂૂરી કાર્યવાહી કરી આધેડના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડયો હતો. પોલીસે આ અંગે રિક્ષાચાલક સામે ગુનો દાખલ કરવા પણ તજવીજ હાથ ધરી છે.

Tags :
accidentdeathgujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement