ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ખેડા જિલ્લાના રતનપુરમાં હિન્દુઓને વરઘોડો કાઢવાની મનાઇ, તઘલખી ફરમાન

04:33 PM May 03, 2025 IST | Bhumika
Advertisement

ખેડા જિલ્લાના માતર તાલુકાના રતનપુર ગામમાં પૂર્વ સરપંચના ફરમાનથી રોષ વ્યાપ્યો છે, હિંદુઓએ ગામમાં વરોઘોડો કાઢવો નહી તેવા ફરમાનથી રોષ વ્યાપ્યો છે, ગામના પૂર્વ સરપંચ બિસ્મિલ્લા પઠાણ વિરુદ્ધ રોષ જોવા મળ્યો છે, તો બીજી તરફ ગામના હિંદુ સમાજ દ્વારા પોલીસને લેખિત ફરિયાદ પણ કરવામાં આવી છે, તો ગ્રામજનોનું કહેવું છે કે, જયારે ગામમાં કોઈ હિંદુઓના ત્યાં પ્રસંગ હોય તો કાંકરીચાળો પણ થતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

Advertisement

સ્થાનિકોનો આક્ષેપ છે કે જયારે ગામમાં વરઘોડો કાઢવો હોય તો પોલીસનો બંદોબસ્ત પણ માંગવો પડે છે અને પોલીસ આવે પછી વરઘોડો નીકળે તેવી વાત ગ્રામજનો કરી રહ્યાં છે, તો અગાઉ રતનપુરમાં પોલીસની હાજરીમાં વરઘોડો નીકળ્યો હતો તો બીજી તરફ માતર પોલીસે બંન્ને કોમના લોકો સાથે બેઠક પણ કરી છે જેમાં DYSP અને PIની હાજરીમાં આ બેઠક કરવામાં આવી હતી.

માતરમાં લઘુમતી કોમની બહુમતી હોવાથી આ સમસ્યાનો સામનો કરવો પડે છે તેવી વાત સામે આવી છે. ગ્રામજનોનું કહેવું છે કે, લઘુમતિ કોમ દ્વારા ગામમાં કોઈ હિદુઓનો પ્રસંગ હોય તો લાઈટો બંધ કરી દેવામાં આવે છે તેમજ પ્રસંગ બંધ કરવાના પેતરા રચવામાં આવે છે, મહાદેવ મંદિરે અને ભાગોળમાં લગ્ન પ્રસંગમાં આવતા લોકો સાથે અભદ્ર વર્તન કરીને ઉશ્કેરવાનો પ્રયત્ન પણ કરવામાં આવે છે, 28 તારીખે બાબરી પ્રસંગે મહાદેવજીએ પગે લગાડી ગરબા ગાતા ભાઈ-બહેનોને ગંદી ગાળો બોલી અહીયા ગરબા નહી ગાવા અને હિંદુઓએ અહીંયા આવુ નહી તેવો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.

હાલ આ મુદ્દે કોઈ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી નથી પરંતુ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ હાલમાં ઘટના સ્થળે જઈને બન્ને પક્ષો વચ્ચે બેઠક પણ કરી છે, ગામમાં શાંતિ જળવાય તેને લઈ પોલીસે પણ અપીલ કરી છે. તો ડીએસપીનું કહેવું છે કે ગામમાં વરઘોડો કાઢવાને લઈ કોઈ ફરમાન નથી અને કોઈના નિયમો ચાલશે પણ નહી.

Tags :
gujaratgujarat newskhedakheda news
Advertisement
Next Article
Advertisement