For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બર્ફીલા પવનથી હિલસ્ટેશન જેવું વાતાવરણ, આબુમાં માઈનસ 1 ડિગ્રી

01:54 PM Dec 21, 2023 IST | Sejal barot
બર્ફીલા પવનથી હિલસ્ટેશન જેવું વાતાવરણ  આબુમાં માઈનસ 1 ડિગ્રી

ગુજરાતમાં સતત ઠંડા બર્ફીલા પવનના કારણે વાતાવરણ ટાઢુ બોળ થઈ ગયું છે અને તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. સાથોસાથ આગામી 24 કલાકમાં બેથી ચાર ડિગ્રી તાપમાન ઘટવાની આગાહી કરવામાં આવી છે.
બીજી તરફ ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાનના ડિલસ્ટેશન આબુમાં નાતાલના તહેવારો ટાણે જ તાપમાન માઈનસ એક ડિગ્રી થઈ જતાં ટુરીસ્ટોને જલ્સા પડી ગયા છે અને ગુજરાતમાંથી શનિ-રવિની રજાના દિવસોમાં મોટી સંખ્યામાં ટુરીસ્ટોએ રાજસ્થાનમાં બુકીંગ કરાવી લીધા છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં આજે મોટાભાગનાં શહેરોમાં ઠંડી બર્ફીલા પવનના કારણે તાપમાન 17 ડિગ્રી નીચે નોંધાયું છે.
જ્યારે રાજસ્થાનના માઉન્ટ આબુમાં સતત ત્રીજા દિવસે ફ્રીઝિંગ પોઇન્ટથી નીચે રહ્યું હતું અને તાપમાનનો પારો એક ડિગ્રી સેલ્સિયસ સુધી ગગડી ગયો હતો. માઉન્ટ આબુમાં ઘાસ, ફૂલો, પાંદડા અને વાહનોના વિન્ડશિલ્ડ પર બરફના થર જોવા મળ્યા હતા. પર્યટન સ્થળે પહોંચેલા પ્રવાસીઓ શિયાળાના વાતાવરણની મજા માણી ગરમ વસ્ત્રોમાં ફરતા જોવા મળ્યા હતા.
રાજ્યમાં અન્ય સ્થળોએ રાત્રિના તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થતાં શિયાળાએ જોર પકડ્યું છે. સવારે સીકરના ફતેહપુરમાં લઘુત્તમ તાપમાન 1.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ચુરુમાં 4.8 ડિગ્રી સેલ્સિયસ, સીકરમાં 5.5 ડિગ્રી સેલ્સિયસ, પિલાની અને ભીલવાડામાં 6.4-6.4 ડિગ્રી, બનાસ્થલીમાં 7.7 ડિગ્રી સેલ્સિયસ, ડાબોક (ઉદયપુર)માં 7.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
જયપુર હવામાન કેન્દ્રના જણાવ્યા અનુસાર, આ સમયગાળા દરમિયાન, બારાનના આંટામાં લઘુત્તમ 8.2 ડિગ્રી સેલ્સિયસ, ચિત્તોડગઢમાં 8.4 ડિગ્રી, અલવરમાં 9.2 ડિગ્રી સેલ્સિયસ અને રાજધાની જયપુરમાં નવ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. આ સમયગાળા દરમિયાન, રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસથી 26.1 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે હતું.

Advertisement

શનિવારથી ફરી માવઠાની આગાહી, ખેડૂતોમાં ચિંતા

23મી બાદ હવામાનમાં મોટા ફેરફાર આવશે. 23મી બાદ ઉત્તર ભારતમાં માવઠું થઈ શકે છે. આ દિવસોમાં કરા, ગાજવીજ સાથે વરસાદ પણ આવી શકે છે. આગાહીકાર અંબાલાલ પટેલે કહ્યું કે, 23 ડિસેમ્બરે ગુજરાતમાં પણ માવઠું થઈ શકે છે. નાતાલ સુધીમાં હવામાનમાં મોટા ફેરફાર થવાની શક્યતા છે. ડિસેમ્બર અંતમાં કાતિલ ઠંડીનો દોર શરૂ થશે. આ વર્ષે છેક ફેબ્રુઆરી સુધી ઠંડીનો મારો રહેશે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. અમરેલી, રાજકોટ અને દ્વારકામાં હળવો વરસાદ પડી શકે છે. અરબ સાગરથી ભેજવાળો પવન આવતાં વરસાદ પડવાની શક્યતા છે. આજે કેટલીક જગ્યાઓએ સામાન્ય વરસાદ થઇ શકે છે. દ્વારકા, કચ્છ, ગીરસોમનાથ, અમરેલી અને પોરબંદરમાં સામાન્ય છૂટોછવાયો વરસાદ પડી શકે છે. હજુ આગામી 48 કલાક વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement