રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

કાગવડથી ખોડલધામ મંદિર સુધી આવતીકાલે પદયાત્રા-ધ્વજારોહણ

11:45 AM Oct 02, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

નવરાત્રીના નવ દિવસમાં ખોડલને અવનવા શણગાર, હવન અને ધ્વજારોહણ કરાશે: વિવિધ રોશનીથી મંદિર ઝળહળી ઉઠ્યું

હિંદુ ધર્મના સૌથી લાંબા તહેવાર ગણાતા નવરાત્રિનો પ્રારંભ તારીખ 3 ઓક્ટોબર ને ગુરુવારથી રહ્યો છે. દર વર્ષની પરંપરા પ્રમાણે આ વર્ષે પણ નવરાત્રિના પ્રથમ દિવસે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા શ્રી ખોડલધામ મંદિર સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં આ પદયાત્રામાં દર વર્ષની જેમ બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાશે અને શ્રી ખોડલધામ મંદિરે પહોંચી મા ખોડલના દર્શન કરી, આશીર્વાદ લેશે. કાગવડ ગામથી શ્રી ખોડલધામ મંદિરે પદયાત્રા થકી પહોંચ્યા બાદ મંદિરે ધ્વજારોહણ કરવામાં આવશે. નવરાત્રિના નવે-નવ દિવસ માતાજીને અવનવા શણગાર, હવન અને ધ્વજારોહણ કરી શ્રદ્ધાળુઓ આરાધના કરશે. નવરાત્રિ દરમિયાન શ્રી ખોડલધામ મંદિર પરિસર લાઇટિંગથી ઝગમગી ઉઠશે.

શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા દર વર્ષે આસો મહિનાની નવરાત્રિના પ્રથમ નોરતે શ્રી ખોડલધામ મંદિર સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે. જે ક્રમ આ વર્ષે પણ ચાલુ રાખી પ્રથમ નોરતે 3 ઓક્ટોબરને ગુરુવારના રોજ સવારે 7-00 કલાકે કાગવડ ગામથી ખોડલધામ મંદિર સુધીની યોજાનાર પરંપરાગત પદયાત્રામાં શ્રદ્ધાળુઓ જોડાશે અને મા ખોડલના જય જયકાર સાથે ખોડલધામ મંદિર પહોંચશે અને મા ખોડલના ચરણોમાં શીશ ઝુકાવી ધ્વજારોહણ કરવામાં આવશે. પ્રથમ નોરતે ખોડલધામ પરિસરમાં આવેલી યજ્ઞશાળામાં યજ્ઞ પણ કરવામાં આવશે. ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલની આગેવાનીમાં યોજાનારી આ પદયાત્રામાં ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ટ્રસ્ટીઓ, સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન- રાજકોટના ટ્રસ્ટીઓ, લેઉવા પટેલ સમાજ અતિથિ ભવન વેરાવળ-સોમનાથના ટ્રસ્ટીઓ, ખોડલધામના જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય ક્ધવીનરો, ખોડલધામ મહિલા સમિતિ, ખોડલધામ વિદ્યાર્થી સમિતિ, ખોડલધામ યુવા સમિતિ ખોડલધામ મીડિયા સમિતિ, ખોડલધામ શિક્ષણ પાંખ, ખોડલધામ લિગલ સમિતિ, અન્ય સમિતિઓ અને તમામ સમાજના ભાઈઓ-બહેનો જોડાશે.

આ વર્ષે કાગવડ ગામથી ખોડલધામ મંદિર સુધીની યોજાનાર પદયાત્રાને લઈને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. અત્યારથી જ પદયાત્રાને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. પદયાત્રાના રૂૂટ પર સ્વયંસેવકો વ્યવસ્થા જાળવવા ખડેપગે રહેશે. ખોડલધામ મંદિર ખાતે શ્રદ્ધાળુઓ માટે ફરાળ અને અલ્પાહારની વ્યવસ્થા કરાઈ છે.

પ્રથમ નોરતે સવારે 7-00 કલાકે ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલ અને અન્ય ટ્રસ્ટીઓની હાજરીમાં કાગવડ ગામથી ખોડલધામ મંદિર સુધીની પદયાત્રાનો પ્રારંભ થશે. મા ખોડલના રથની આગેવાનીમાં ગરબે રમતાં રમતાં શ્રદ્ધાળુઓ પદયાત્રામાં જોડાઈને ખોડલધામ મંદિરે પહોંચશે. પદયાત્રાનું સમાપન ખોડલધામ મંદિરે થશે.

મંદિરે પહોંચીને મા ખોડલની મહાઆરતી કરી મંદિરના શિખર પર ધ્વજારોહણ કરી નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવશે.નવરાત્રિ દરમિયાન દરરોજ ખોડલધામ મંદિરે યજ્ઞશાળામાં હવન કરાશે અને મા ખોડલને રોજ અવનવા શણગાર અને ધ્વજારોહણ કરી શ્રદ્ધાળુઓ દ્વારા મા ખોડલની આરાધના કરવામાં આવશે. નવરાત્રિમાં નવે-નવ દિવસ મંદિર પરિસરને લાઇટિંગ અને ફૂલોનો શણગાર કરવામાં આવશે.

Tags :
gujaratgujarat newsKagawad to Khodaldham temple
Advertisement
Next Article
Advertisement