For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હિજાબ અને નમાજ: ગુજરાતની બે ઘટના બતાવે છે કે લોકોમાં પૂર્વગ્રહ ઘર કરી ગયો છે

12:35 PM Mar 18, 2024 IST | Bhumika
હિજાબ અને નમાજ  ગુજરાતની બે ઘટના બતાવે છે કે લોકોમાં પૂર્વગ્રહ ઘર કરી ગયો છે

ગુજરાતમાં છેલ્લાં બે દિવસમાં બનેલી બે ઘટના ચર્ચામાં છે. પહેલી ઘટના અંકલેશ્ર્વરમાં બની કે જ્યાં અંકલેશ્ર્વર જીઆઈડીસી વિસ્તારની લાયન્સ સ્કૂલમાં ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં મુસ્લિમ વિદ્યાર્થિનીઓના હિજાબ કઢાવવામાં આવ્યા. તેના કારણે ભારે વિવાદ થઈ ગયો ને છેવટે જિલ્લા શિક્ષણાધિકારીએ સમજદારી બતાવીને શાળાના બોર્ડ પરીક્ષા નિરીક્ષકને પરીક્ષા કામગીરીમાંથી હટાવી દઈને વિરોધને શાંત પાડવો પડ્યો.

Advertisement

બીજી ઘટના અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીમાં બની કે જ્યાં પોતાની રૂૂમમાં નમાઝ પઢી રહેલા મુસ્લિમ વિદ્યાર્થીઓ સામે કેટલાક વિદ્યાર્થીઓએ વાંધો ઉઠાવ્યો તેમાં મારામારી થઈ ગઈ. આ મારામારીના પગલે વિદ્યાર્થીઓએ ફોન કર્યા હશે તેથી જયશ્રી રામના નારા સાથે કેસરી ખેસ પહેરીને આવેલા ટોળાએ યુનિવર્સિટી હોસ્ટેલ સંકુલમાં મુસ્લિમ વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો અને વિદેશી મુસ્લિમ વિદ્યાર્થીઓ સાથે મારામારી કરીને તેમને ફટકારતાં હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા.

આ ટોળાના હુમલામાં ચાર મુસ્લિમ વિદ્યાર્થી ઘાયલ થયાનું કહેવાય છે. ટોળાએ વિદ્યાર્થીઓ પર પથ્થરમારો કરી હોસ્ટેલમાં તોડફોડ પણ કરી અને વાહનોને પણ નિશાન બનાવ્યાં. સીસીટીવી ફૂટેજ ફરતા થયા છે તેમાં તોફાનીઓ લાકડી-દંડા વડે તોડફોડ કરતા દેખાય જ છે.

Advertisement

આપણે ત્યાં કોઈ પણ ઘટના માટે સરકાર કે તંત્ર પર દોષારોપણ કરવાની ફેશન છે પણ આ ઘટનામાં બંનેનો વાંક નથી પણ આ બંને ઘટના ગંભીર છે. આ બંને ઘટના ગુજરાતમાં કટ્ટરવાદી માનસિકતા પાંગરી રહી હોવાનો પુરાવો છે અને આ માનસિકતા વકરીને ગુજરાતમાં અશાંતિ ઊભી કરી નાખે એ પહેલાં તેને ડામી દેવી જરૂૂરી છે. આ બંને ઘટનામાં જે લોકો દોષિત છે તેમણે સરકારી નિયમો અને કાયદાની ઐસીતૈસી કરીને પોતાની હલકી માનસિકતા બતાવી છે. આ હલકી માનસિકતાને જરાય ના પોષી શકાય તેથી બંને ઘટનામાં સરકાર આકરાં પગલાં ભરે એ જરૂૂરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement