For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

એઈમ્સની કામગીરીની સમીક્ષા કરવા હાઈ લેવલની બેઠક

05:02 PM Feb 20, 2024 IST | Bhumika
એઈમ્સની કામગીરીની સમીક્ષા કરવા હાઈ લેવલની બેઠક
  • કેન્દ્રીય આરોગ્ય સચિવ, નેશનલ હેલ્થ મિશનના અધિકારી, રાજ્યના આરોગ્ય સચિવ સહિતના અધિકારીઓએ એઈમ્સની મુલાકાત લીધી : બપોર પછી મુખ્યમંત્રી સાથે વીડિયો કોન્ફરન્સમાં પાવર ઓફ પ્રેઝન્ટેશન રજૂ કરાશે

રાજકોટની ભાગોળે 1100 કરોડના ખર્ચે તૈયાર કરાયેલ એઈમ્સ સહિતના 3000 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 25મી ફેબ્રુઆરીએ રાજકોટનાં પ્રવાસે આવી રહ્યાં છે ત્યારે એઈમ્સની કામગીરીની સમીક્ષા કરવા માટે આજે કલેકટર કચેરી ખાતે હાઈ લેવલની બેઠક રાખવામાં આવીહતી. જેમાં કેન્દ્રીય આરોગ્ય સચિવ અર્પૂવા ચંદ્રા, ડેપ્યુટી સચિવ અંકીતા બુંદેલા, નેશનલ હેલ્થ મિશનના અધિકારી રમૈયા મોહન, રાજ્યના આરોગ્ય સચિવ ધનંજય દ્ધિવેદી, કલેકટર પ્રભવ જોષી, ડીડીઓ, પોલીસ કમિશ્નર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં અને ત્યારબાદ એઈમ્સની કામગીરી અંગેની સમીક્ષા કરવા માટે તમામ અધિકારીઓ એઈમ્સ ખાતે દોડી ગયા હતાં.

Advertisement

રાજકોટ શહેરની ભાગોળે પરાપીપળીયા નજીક 1100 કરોડના ખર્ચે તૈયાર કરાયેલ 250 બેડની અતિઆધુનિક એઈમ્સ હોસ્પિટલનું આગામી તા.25 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેમાં એઈમ્સ ઉપરાંત રાજકોટ સુરેન્દ્રનગરના રેલવે ટ્રેક, ઉર્જા વિભાગનાં 500 કરોડના વિકાસ કામો સહિત કુલ 3000 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ કાર્યક્રમ હોય જેના માટે આજે કલેકટર કચેરી ખાતે હાઈ લેવલની બેઠક રાખવામાં આવી હતી.

કલેકટર કચેરી ખાતે કેન્દ્રીય અને રાજ્યના ઉચ્ચ અધિકારીઓની બેઠક પૂર્ણ થયા બાદ તમામ અધિકારીઓએ એઈમ્સની મુલાકાત લીધી હતી અને કામગીરી અંગેની સમીક્ષા કરી કલેકટરને જરૂરી સુચનાઓ આપી હતી.
બીજી બાજુ આજે બપોર બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટમાં વડાપ્રધાનના કાર્યક્રમ અંગેની વિડિયો કોન્ફરન્સ રાખી છે જેમાં કલેકટર સહિતનાં અધિકારીઓ વડાપ્રધાનના તમામ કાર્યક્રમ અંગેનું પાવર પ્રેઝન્ટેશન રજુ કરશે. મુખ્યમંત્રી સાથેની વિડિયો કોન્ફરન્સ પૂર્ણ થયા બાદ સાંજે પાંચ વાગ્યા પછી વડાપ્રધાનના સમગ્ર કાર્યક્રમનું સંકલનની જવાબદારી કચ્છ ભૂજના સાંસદ વિનોદભાઈ ચાવડાને સોંપવામાં આવી હોય તેઓ પણ કલેકટર સાથે મીટીંગ કરી કાર્યક્રમ અંગેના સંકલનમાં મહત્વનો ભાગ ભજવશે.

Advertisement

આ ઉપરાંત રાજકોટ જિલ્લાના તમામ તાલુકા મામલતદારોને વડાપ્રધાન મોદીની જાહેરસભામાં 10 હજાર માણસોને એકઠા કરવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે અને દરેક તાલુકા દીઠ એસ.ટી.ની 140 બસ ફાળવવામાં આવી છે જ્યારે દરેક તાલુકા મામલતદાર ટીડીઓ અને ચીફ ઓફિસરો અને તલાટી મંત્રીઓને તાલુકા દીઠ 15000 ફુટ પેકેટ તૈયાર કરવા પણ આદેશ આપવામાં આવ્યો છે.

રેસકોર્સ ગ્રાઉન્ડમાં 7 ટ્રાન્સફોર્મર અને 7 જનરેટર સેટ ઊભા કરાયા

આગામી 25 ફેબ્રુઆરીના રોજ એઈમ્સ સહિત 3000 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ કરવા વડાપ્રધાન રાજકોટનાં પ્રવાસે આવી રહ્યાં છે ત્યારે રેસકોર્ષ ખાતે વડાપ્રધાનની જાહેરસભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે રેસકોર્ષ ગ્રાઉન્ડમાં પીજીવીસીએલ દ્વારા સાત ટ્રાન્સફોર્મર સહિત સાત જનરેટર સેટ ઉભા કરાયા છે.

વડાપ્રધાનની જાહેરસભા માટે વીજ પાવરમાં વિક્ષેપ ન આવે તે માટે પીજીવીસીએલ દ્વારા રેસકોર્ષ ગ્રાઉન્ડમાં લક્ષ્મીનગર, પોપટપરા અને શાસ્ત્રી મેદાનમાંથી પાવર લાઈન ડાયવર્ડ કરવામાં આવી છે. તા.24 ફેબ્રુઆરીથી જ પીજીવીસીએલના 150 થી વધુ લોકોનો સ્ટાફ રેસકોર્ષ, એઈમ્સ, એરપોર્ટ, સરકીટ હાઉસ અને સિવિલ હોસ્પિટલ ખાતે તૈનાત કરી દેવામાં આવ્યો છે. વડાપ્રધાનના કાર્યક્રમ અંતર્ગત વીજ પાવરમાં કોઈ વિક્ષેપ ન પડે તે માટેની જવાબદારી જોઈન્ટ એમ.ડી.પ્રિતી અરોરા અને ચીફ એન્જીનિયર લાખાણી સહિતના અધિકારીઓ સતત કામગીરીની સમીક્ષા કરી રહ્યાં છે.

એઈમ્સ ખાતે એજ્યુકેટિવ મેજિસ્ટ્રેટની પોસ્ટ ઊભી કરાઈ
રાજકોટની ભાગોળે પરાપીપળીયા નજીક 1100 કરોડના ખર્ચે તૈયાર કરાયેલ એઈમ્સ હોસ્પિટલનું આગામી 25મી ફેબ્રુઆરીના વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ત્યારે એઈમ્સ ખાતે જિલ્લા કલેકટર દ્વારા એજ્યુકેટીવ મેજીસ્ટ્રેટની તાત્કાલીક પોસ્ટ ઉભી કરી એજ્યુકેટીવ મેજીસ્ટ્રેટની નિમણૂંક કરતો હુકમ કરી દેવામાં આવ્યો છે.

એઈમ્સ ખાતે કામગીરીની સમીક્ષા કરવા માટે આજથી ડીઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા હંગામી કંટ્રોલ રૂમ શરૂ કરી દેવામાં આવ્યો છે જેમાં આજથી ઉચ્ચ અધિકારીઓ એઈમ્સની મુલાકાત લઈ રહ્યા હોય તેઓની સાથે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમના અધિકારીઓ પણ જોડાયા હતાં.

Advertisement
Tags :
Advertisement
Advertisement