દરેડ જી.આઈ.ડી.સી.ના 47 પ્લોટધારકો સામે હાઈકોર્ટનો મનપાની તરફેણમાં ચૂકાદો
જામનગરમાં જી.આઈ.ડી.સી. ફેસ -2 અને 3 ના 47 પ્લોટ ધારકો એ મહાનગર પાલિકા માં વેરા ભરપાઈ સામે ગુજરાત હાઈકોર્ટ ની ડીવીઝન બેચ માં અરજી કરી હતી, તેમાં પણ મહાનગરપાલિકા ની તરફેણ માં ચૂકાદો આવ્યો છે.
જામનગરમાં દરેડ જી.આઈ.ડી.સી. ફેસ-2 અને 3 ના ઉદ્યોગનગરના પ્લોટ ધારકો પાસે થી જામનગર મહાનગરપાલિકા દ્વારા વેરા વસુલાત શરૂૂ કરવામાં આવતા અમુક કારખાનેદારો એ વેરો ભરપાઈ કર્યો હતો પરંતુ અમુક પ્લોટ ધારકો એ વેરો ભરપાઈ કરવા સામે ગુજરાત હાઈકોર્ટ માં સીવીલ એપ્લીકેશન કરી દાદ માંગી હતી. જે રદ કરવામાં આવી હતી. અને મહાનગરપાલિકાની તરફેણમાં ચૂકાદો આવ્યો હતો.
આથી નારાજ થયેલા 47 પ્લોટ ધારકોએ હાઈકોર્ટની ડીવીઝન બેચ સમક્ષ અરજી કરી હતી, જે અંગે પણ ચૂકાદો જાહેર થયો છે અને તમામ પ્લોટ ધારકોને પછડાટ મળતા મહાનગરપાલિકાની તરફેણમાં ચૂકાદો આવ્યો છે. હવે રૂૂા. 17 કરોડ ની વેરા વસુલાત માટે કાર્યવાહી આગળ ધપાવવામાં આવશે. જો કે, 17 કરોડ ની બાકી વસુલાત માંથી રૂૂ. 4 કરોડ ની વસુલાત થઈ ચૂકી છે. બાકી ના 13 કરોડ માંથી હવે વ્યાજ માફી આપવામાં આવનાર છે. એ પછી આશરે 7 કરોડ 77 લાખ ની બાકી રહેતી વસુલાત માટે કામગીરી શરૂૂ કરવામાં આવશે.