ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

'મોેેગલ છેડતા કાળો નાગ' ગીત યુ ટયુબ ઉપરથી હટાવવાનો હુકમ યથાવત રાખતી હાઇકોર્ટ

11:38 AM Feb 29, 2024 IST | Bhumika
Advertisement

ગુજરાતમાં કિંજલ દવેના ચાર ચાર બંગડી વાળી સોંગ બાદ હવે વધુ એક સોંગને લઈને વિવાદ વકર્યો છે. મળતી માહિતી મુજબ ગુજરાતી ગીત મોગલ છેડતા કાળો નાગ ગીતને લઈને નવો વિવાદ ચગ્યો છે. મોગલ છેડતા કાળો નાગ ગીતના અનધિકૃત ઉપયોગનો કેસ કરવામાં આવ્યો છે. રાજકોટના શિવ સ્ટુડિયોના માલિક રસિક ખખ્ખર વિરૂૂદ્ધ કોર્ટનો હુકમ આવ્યો છે.

Advertisement

મોગલ છેડતા કાળો નાગ ગીત સ્વ.આપાભાઇ ગઢવીએ લખ્યું હતું. સ્વ.આપાભાઇ ગઢવીના વંશજોએ ગુજરાત હાઇકોર્ટમાં આ મામલે અરજી કરી હતી. કોમર્સ કોર્ટના હુકમ સામે ગુજરાત હાઇકોર્ટમાં દાદ માગી હતી. જો કે ગુજરાત હાઇકોર્ટે સમગ્ર મામલે રાહત આપવાનો ઇન્કાર કર્યો હતો.

આ મામલે યુટ્યુબ પર રોક લગાવવા અરજદારની માગ કરવામાં આવી હતી. જો કે હાલના ધોરણે યુટ્યુબ પરથી ગીત હટાવવા ગુજરાત હાઇકોર્ટ દ્વારા સૂચન કરવામાં આવ્યું છે તેમજ ગીતને તાત્કાલિક અસરથી કાઢી નાખવામાં આવે તેવો આદેશ કરવામાં આવ્યો છે. તેમજ ગીતના કોપીરાઇટના કાયદેસરના વારસદાર તરીકે લેખકના દીકરા નરહર ગઢવીને ગણાવ્યા છે.

Tags :
gujaratgujarat high courtgujarat newssongYouTube
Advertisement
Next Article
Advertisement