For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

TRP અગ્નિકાંડના 6 આરોપીની જામીન અરજી પર 8મીએ હાઈકોર્ટમાં સુનાવણી

05:46 PM Jan 04, 2025 IST | Bhumika
trp અગ્નિકાંડના 6 આરોપીની જામીન અરજી પર 8મીએ હાઈકોર્ટમાં સુનાવણી

રાજકોટ સહિત સમગ્ર દેશમાં ચકચાર જગાવનારા ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં જેલ હવાલે રહેલા બે ભાઈ અને મહાપાલીકાના સસ્પેન્ડ ચાર અધિકારીના સેશન્સ કોર્ટ દ્વારા જામીન અરજી નામંજૂર કરતા જેની સામે હાઇકોર્ટમાં કરેલી રેગ્યુલર જામીન અરજીની સુનાવણી આગામી મુદત તા.8 જાન્યુઆરીએ હાથ ધરવામાં આવનાર છે.

Advertisement

આ કેસની હકીકત મુજબ રાજકોટમાં કાલાવડ રોડ ઉપર આવેલ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં નાના બાળકો અને ગેમઝોનના કર્મચારીઓ સહિત 27 લોકો ભડથું થઈ ગયા હતા. આ બનાવને ગંભીરતાથી લઈ ટીઆરપી ગેમઝોનના ભાગીદારો, સંચાલકો અને મહાનગરપાલિકા અધિકારીઓ સહિત 15. શખ્સો સામે ગુનો નોંધી ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા. બાદ સેશન્સ અદાલતમાં અશોકસિંહ જાડેજા, કિરીટસિંહ જાડેજા, ફાયર ઓફિસર ઇલેશ ખેર, ચીફ ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠીયા, આસી. ટાઉન પ્લાનિંગ ઓફિસર રાજેશ મકવાણા, આસી. ટાઉન પ્લાનિંગ ઓફિસર જયદિપ ચૌધરીએ જામીન અરજી નામંજૂર થતાં ગુજરાત હાઇકોર્ટમાં રેગ્યુલર જામીન મેળવવા અરજી કરી હતી.જેમાં આરોપીના વકીલે મુદત માંગતા વિશેષ સુનાવણી તા.8 જાન્યુઆરીના રોજ રાખવામાં આવી છે ગુજરાત હાઇકોર્ટમાં સરકાર પક્ષે સ્પે.પી.પી. તરીકે વિરાટ પોપટ અને ભોગબનનાર વતી વકિલ તરીકે નરેન્દ્રસિંહ જાડેજા તથા ભાવેશ હજારે રોકાયેલા છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement