ગૌણ સેવા મંડળની 8 પરીક્ષા સ્થગિત કરતી હાઇકોર્ટ
પ્રિલિમિનરી પરીક્ષામાં કટ ઓફની મર્યાદા હટાવવા થયેલી રીટમાં છ વખત મુદ્ત આપવા છતાં સરકારે જવાબ નહીં આપતા હાઇકોર્ટ ભારે નારાજ
ગુજરાતમાં સરકારી ભરતીની પરીક્ષા લેતી એજન્સીની આડોડાઇથી લાખો નોકરી વારછુંકુની કારર્કિદી પર પ્રશ્ર્નાર્થ સર્જાયો છે. ગૌણ સેવા દ્વારા જાહેર કરેલી આઠ જેટલી સરકારી ભરતીની પરીક્ષા ગુજરાત હાઇકોર્ટ દ્વારા સ્થગિત કરી દેવામાં આવી છે.
આ અંગે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યુ હતું કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આઠ જેટલી પરીક્ષાની ભરતી માટેની જાહેરાત કરવામાં આવી હતા. આ પ્રિલીમરી પરીક્ષામાં મુખ્ય પરીક્ષામાં કવોલીફાઇ જવા માટે 40 માર્ક ફરજીયાતનો નિયમ કરવામાં આવ્યો છે. જે નિયમ રદ કરવા માટે ઉમેદવારો દ્વારા હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી હતી.
જાહેરહિતની અરજીમાં ઉમેદવારોએ જણાવ્યુ છે કે ગુજરાત ગૌણ સેવા મંડળ દ્વારા જે પરીક્ષા લેવામાં આવી રહી છે. તેના પ્રશ્ર્નોપત્રનું અંગે્રજીમાંથી રૂપાંતરીત કરી અને ગુજરાતી ભાષામાં છપાવવામાં આવે છે જેના કારણે પેપરમાં ભાષાકિય ભૂલો હોય છે અને પેપર પણ હાર્ડ નિકળતા બન્ને સમસ્યા સાથે થતી હોય વિદ્યાર્થીઓને 40 ગુણ લેવા મુશ્કેલ પડી જાય છે અને મોટાભાગના ઉમેદવારો કટ ઓફ જેટલા ગુણ મેળવી શકતા નથી જેથી આ 40 ટકા માર્કનો નિયમ રદ કરવામાં આવે. આ બાબતે ગૌણ સેવા મંડળને પણ અનેક વખત રજુઆત કરી છે છતા પણ કોઇપણ જાતનું નિરાકરણ આવી રહ્યું નથી.
આ અંગેની અરજી થતા હાઇકોર્ટ દ્વારા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળને જવાબ આપવા માટે આદેશ આપવામાં આવ્યો હતો. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પ્રથમ વખત જવાબ રજુ નહી કરતા ફરીથી જવાબ આપવા જણાવ્યું હતું. ત્યારબાદ જવાબ રજુ કરવા છ-છ મુદત આપવા છતા પણ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જવાબ રજુ નહી કરતા ગુજરાત હાઇકોર્ટ લાલધુમ થઇ ગઇ હતી અને મંડળ દ્વારા જાહેર કરેલી જાહેરાત ક્રમાંક 213થી 224 સુધીની 8 જેટલી ભરતીની વર્ગ-3ની પરીક્ષાઓ સ્થગીત કરી દેવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં સરકારી ભરતીમાં જે તે પરીક્ષાના 12 થી 13 લાખ જેટલા ફોર્મ ભરાતા હોય છે હાલ 8 જેટલી પરીક્ષા તા.8 ઓગસ્ટ સુધી સ્થગીત કરી દેવાતા લાખો નોકરી વાચ્છુકોની કારર્કીદી મુશ્કેલીમાં મુકાઇ છે અને નોકરીની રાહ જોતા ઉમેદવારોની મુશ્કેલી વધી ગઇ છે. ગુજરાત ગૌણ સેવાના કારણે ઘણા એવા ઉમેદવારો છે જેને વયમર્યાદા પણ પૂર્ણ થવા પર છે તેવા ઉમેદવારોમાં રોષ ફેલાયો છે.
પોલીસ અધિકારીઓની બઢતી મામલે સરકાર સામે હાઇકોર્ટ લાલઘૂમ
તાજેતરમાં 252 જેટલા પોલીસ અધિકારીઓની બઢતી મામલે જીપીએસસીની મંજુરી માંગતા હાઇકોર્ટ લાલધુમ થઇ ગઇ છે અને કહ્યું હતું કે જીપીએસસીએ તમને અધિકારીઓ સોંપ્યા છે અને તમારી પાસે બોર્ડ પણ છે તો પછી બઢતી માટે જીપીએસસીની મંજુરી કેમ માંગવી પડે છે તેવા આકરા સવાલો કર્યા હતા અને બઢતી મામલે અલગ અલગ નીતિ સામે સવાલો કરી સરકારને ખખડાવી હતી.