રખડતા ઢોર અને બિસ્માર રસ્તાના મામલે બે ઉચ્ચ સનદી અધિકારીઓને હાઇકોર્ટનું તેડું
રાજ્યમાં રખડતાં ઢોર અને બિસ્માર રસ્તા મામલે હાઈકોર્ટે સખત નારાજ વ્યક્ત કરી હતી. કોર્ટનાં તરસ્કાર અંગે ચાલી રહેલી અરજી મામલે હાઇકોર્ટે મોટો હુકમ કરી રાજ્ય સરકારનાં બે જવાબદાર અધિકારીઓને હાજર થવાં હુકમ કર્યો છે. 29 ઓગસ્ટ 2024 એટલે કે ગુરુવારનાં રોજ કોર્ટ સમક્ષ રૂૂબરૂૂ હાજર રહેવા બંને અધિકારીઓને કોર્ટનું તેડું આવ્યું છે.
રાજ્યમાં રખડતાં ઢોર અને બિસ્માર રસ્તા મામલે હાઈકોર્ટ છેલ્લા ઘણાં સમયથી સરકારને ટકોર કરી રહી છે અને આ સમસ્યાઓનો જલદી ઉકેલ લાવવા માટે અનેક સૂચનો પણ કર્યા હતા. પરંતુ, તેમ છતાં સમસ્યા હાલ પણ યથાવત છે. કોર્ટનાં તરસ્કાર મામલે ચાલી રહેલી અરજી મામલે હાઇકોર્ટે આજે મોટો હુકમ કર્યો છે અને સાથે જબરદસ્ત નારાજગી પણ વ્યક્ત કરી હતી.
આ મામલે હાઈકોર્ટે હવે રાજ્ય સરકારને બે ઉચ્ચ સનદી અધિકારીઓને કોર્ટમાં રૂૂબરૂૂ હાજર થવા માટે આદેશ કર્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ, રાજ્ય સરકારનાં ઉચ્ચ સનદી અધિકારી ગૃહ વિભાગનાં અધિક મુખ્ય સચિવ એમ.કે. દાસ અને શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી અશ્વિની કુમારને રૂૂબરુ હાજર રહેવાનો કોર્ટે આદેશ કર્યો છે.
હાઈકોર્ટે બંને ઉચ્ચ સનદી અધિકારીઓને આગામી સુનાવણી 29 ઓગસ્ટ 2024 એટલે કે ગુરુવારનાં રોજ કોટ સમક્ષ રૂૂબરૂૂ હાજર રહેવા હુકમ કર્યો છે. વર્ષ 2019 થી અત્યાર સુધી થયેલી કામગીરી મામલે કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી અને અધિકારીઓને કોર્ટમાં હાજર થવા જણાવ્યું છે. જણાવી દઈએ કે, રાજ્યમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યાને લઈ આજે હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી અને સાથે જ સરકારને ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા કડક શબ્દોમાં સૂચના પણ આપી હતી. ગુજરાત હાઈકોર્ટમાં આજે ટ્રાફિક સહિતની અનેક સમસ્યાઓ મુદ્દે સુનાવણી હાથ ધરાઈ હતી.