રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

GIDCના લીઝ પ્લોટના વેચાણ પર GST વસૂલવા હાઇકોર્ટની મનાઇ

03:38 PM Jan 04, 2025 IST | Bhumika
Advertisement

ગુજરાત ચેમ્બર અને અન્ય અરજદારો દ્વારા કરેલી જાહેર હિતની અરજીને ગ્રાહ્ય રાખતી ખંડપીઠ: નોટિસો રદ કરાઇ

Advertisement

GSTના સંદર્ભમાં કેન્દ્ર અને રાજ્ય સરકારને મોટો ઝાટકો આપતો સિમાચિહ્ન રૂૂપ ચુકાદો હાઇકોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે. જેમાં ઠરાવવામાં આવ્યું છે કેGIDCએ લીઝ પર આપેલા પ્લોટને જો કોઇ ઔદ્યોગિક એકમ થર્ડ પાર્ટીને વેચે તો તેના ઉપર સરકાર 18% GST(ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ) વસૂલી શકે નહીં. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને અન્ય અરજદારોએ હાઇકોર્ટમાં કરેલી રિટ પિટિશન જસ્ટિસ ભાર્ગવ ડી. કારિયા અને જસ્ટિસ નિરલ આર. મહેતાની ખંડપીઠે સંપૂર્ણપણે ગ્રાહ્ય રાખી હતી અને આ મામલે ઓથોરિટી દ્વારા જેમને પણ 18% GSTની વસૂલાત માટેની નોટિસ પાઠવવામાં આવી છે, તે નોટિસોને પણ રદબાતલ કરી છે. સાથે જ ચુકાદા ઉપર સ્ટે આપવાની રાજ્ય સરકાર તરફથી એડવોકેટ જનરલે કરેલી વિનંતી પણ ફગાવી કાઢી છે.

આ ચુકાદાથી એક તરફGIDCમાં પ્લોટ ધરાવતા લીઝ ધારકોને મોટી રાહત મળી છે, ત્યાં જ બીજી તરફ સરકાર ઉપર રૂૂ. સાતથી આઠ હજાર કરોડનો બોજો પડી શકે છે.

GSTના કાયદાની જોગવાઇઓનો ઓથોરિટી દ્વારા ભંગ કરીને 18% GSTની વસૂલાતની પ્રક્રિયાને પડકારતા ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા હાઇકોર્ટ સમક્ષ રિટ પિટિશન કરવામાં આવી હતી. જેમાં એ મતલબના મુદ્દા ઉપસ્થિત કરવામાં આવ્યા હતા કે,ૠઈંઉઈ દ્વારા રાજ્યમાં ઔદ્યોગિક એકમોને લીઝ પ્રોપર્ટી આપવામાં આવે છે. આ પ્રોપર્ટી કે પ્લોટ જે કિસ્સામાં 99 વર્ષની લોંગ ટર્મ લીઝ ઉપર આપવામાં આવી હોય તે એકમો જ્યારે થર્ડ પાર્ટીને એ પ્લોટ કે પ્રોપર્ટી વેચે ત્યારે GSTના કાયદા મુજબ એ એક રીતે સંપત્તિનું વેચાણ જ કહેવાય. તેથી તેના ઉપર 18% GST વસૂલી શકાય નહીં.

પરંતુ ઓથોરિટી દ્વારા રાજ્યભરની વિવિધGIDCમાં ઔદ્યોગિક એકમો દ્વારા જ્યારે પણ થર્ડ પાર્ટીને વેચાણ અંગેનું ટ્રાન્ઝેક્શન એટલે કે વ્યવહાર કરવામાં આવે ત્યારે એના પર ઉપર 18% GSTની ડિમાન્ડ કરવામાં આવતી હતી. તેથી ઓથોરિટીના નિર્ણયને હાઇકોર્ટ સમક્ષ પડકારવામાં આવ્યો હતો અને આ નિર્ણયને ગેરકાયદેસર,મનસ્વી અને ગેરવ્યાજબી જાહેર કરવાની માગ કરવામાં આવી હતી. જે એકમોને 18% GSTની ડિમાન્ડ અંગેની નોટિસો પાઠવવામાં આવી હતી એને રદ કરવાની દાદ પણ માગી હતી.

ખંડપીઠે આ મામલે લંબાણપૂર્વક સુનાવણીના અંતે શુક્રવારે ખુલ્લી અદાલતમાં ચુકાદો વાંચી સંભળાવ્યો હતો અને ચેમ્બરની પિટિશનને સંપૂર્ણપણે ગ્રાહ્ય રાખતાં ઠરાવ્યું હતું કે,GIDC દ્વારા લીઝ હોલ્ડ રાઇટ્સના ટ્રાન્સફર અને સેલ પર 18% GSTની ડિમાન્ય અયોગ્ય છે. કેમ કે જ્યારે પણGIDC જોડેથી લીઝ પર લીધેલી પ્રોપર્ટી કે પ્લોટ કોઇ ઔદ્યોગીક એકમ થર્ડ પાર્ટીને વેચે ત્યારે એ થર્ટ પાર્ટી મૂળ ઔદ્યોગિક એકમના બદલેGIDCનો લીઝ ધારક બની જાય છે. એ સંજોગોમાં લીઝ હોલ્ડ રાઇટ્સ હેઠળ પ્લોટ અથવા તો પ્રોપર્ટીના આ પ્રકારના ટ્રાન્ઝેક્શન ઉપર GST લાગે નહીં. પરિણામે અરજદારોની પિટિશન ગ્રાહ્ય રાખવામાં આવે છે અને એકમોને GSTની વસૂલાત માટે આપવામાં આવેલી નોટિસોને રદ કરવામાં આવે છે.

 

Tags :
GIDCGSTgujaratgujarat newsHigh Court
Advertisement
Next Article
Advertisement