ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ગુજરાતની તમામ જિલ્લા અદાલતોમાં એ-4 સાઈઝના પેપરનો ઉપયોગ કરવા હાઈકોર્ટનો આદેશ

11:38 AM Nov 01, 2025 IST | admin
Advertisement

ગુજરાત હાઇકોર્ટ દ્વારા એક પરિપત્ર જાહેર કરી હવેથી રાજયની તમામ જિલ્લા અદાલતો-કોર્ટોમાં તમામ પ્રકારની પિટિશન, એફિડેવીટ, એપ્લીકેશન, ઓર્ડર, જજમેન્ટ વગેરે એ-4 સાઇઝના પેપર પર જ દાખલ કરવાના રહેશે. રાજયની તમામ જિલ્લા અદાલતો માટે લાગુ પાડવામાં આવેલ આ નિયમની અમલવારી પહેલી જાન્યુઆરી, 2026થી કરવી પડશે.

Advertisement

પરિપત્રમાં ચોક્કસ એ-4 સાઇઝના પેપરના ઉપયોગની સાથે સાથે તેની કવોલિટી, ગુજરાતી ફોન્ટ, અંગ્રેજી ફોન્ટ, લાઇન સ્પેસિંગ સહિતની બાબતોનો પણ ખાસ ઉલ્લેખ કરાયો છે. તેથી તેની આ નિયમાનુસાર અમલવારી કરવાની રહેશે. પેપરની વિગત જોઈએ તો, એ-4 સાઇઝ (29.7 સે.મી ડ્ઢ 21 સે.મી), ક્વોલિટી ઓછામાં ઓછી 15 જીએસએમ પ્રકારની હોવી જોઈશે, બંને બાજુ પ્રિન્ટીંગ શક્ય રહેશે, ગુજરાતી ફોન્ટ એલએમજી અરૂૂણ - ટેરાફોન્ટ અરૂૂણ (ફોન્ટ સાઇઝ 16), લાઈન સ્પેસિંગ 1.5 (કવોટેશન અને ઇન્ડેન્ટ માટે), ઉપરાંત ડાબે-જમણે ચાર સે.મીનું અને ઉપર નીચે 2 સે.મીનું માર્જિન રાખવાનું રહેશે.

ગુજરાત રાજયની તમામ જિલ્લા અદાલતોમાં એ-4 સાઇઝના પેપર સહિતની ઉપરોકત નિયમો અને નિર્દેશોની પહેલી જાન્યુઆરી, 2026થી અમલવારી કરવાની રહેશે. નીચલી કોર્ટમાં અત્યાર સુધી લીગલ સાઈઝ, એ-4 સાઇઝ સિવાયની મોટી સાઇઝમાં પણ ફાઇલિંગ થતું હતું. પિટિશનની મુખ્ય કોપી લેજર પેપર પર થતી હતી. કોઈપણ અરજી કે, ફરિયાદ તથા સોગંદનામા કોઈપણ સાઇઝમાં ફાઇલ થઈ શકતા હતા. જો કે, હવે હાઇકોર્ટના પરિપત્રના કારણે એ-4 સાઇઝ પેપર, ફોન્ટ, માર્જિન, લાઇન સ્પેસિગ સહિતની તમામ બાબતોમાં ચોકસાઈ, બારીકાઈ અને એકસમાનતા જળવાશે. ગુજરાત હાઇકોર્ટના આ નવા નિર્ણયને લઈ રાજયની નીચલી અદાલતોમાં વકીલો-પક્ષકારો સહિત કોર્ટ કર્મચારીઓમાં પણ ભારે ચર્ચા ચાલી રહી છે.

Tags :
A-4 size papergujaratgujarat high courtgujarat news
Advertisement
Next Article
Advertisement