વિરાણી સ્કૂલના જમીન વિવાદમાં યથાસ્થિતિ જાળવવા હાઈકોર્ટનો આદેશ
કલેકટર તરફી દલીલો રજૂ કરવા AGPની નિમણૂંક
રાજકોટની જાણીતી વિરાણી સ્કૂલે અબજો રૂૂપિયાની જમીનના મામલાએ હવે હાઈકોર્ટનું બારણું ખખડાવ્યું હતું. આ કેસમાં હાઈકોર્ટે બે થી ત્રણ વખત સુનાવણી કર્યા બાદ, યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ આપ્યો છે, જેના પગલે હાલ સુનાવણી અટકી ગઈ છે. રાજકોટ કલેક્ટર કચેરીના અધિકારી સૂત્રોએ જણાવ્યું કે જ્યાં સુધી આ કેસની બીજી સુનાવણી ન થાય, ત્યાં સુધી યથાસ્થિતિ જાળવી રાખવામાં આવશે.
અધિકારી સૂત્રોએ આપેલી માહિતી મુજબ, કલેક્ટર તંત્ર દ્વારા સરકારને એક પત્ર પાઠવીને આ કેસમાં દલીલો કરવા માટે એડિશનલ ગવર્નમેન્ટ પ્લીડરની નિમણૂક કરવા વિનંતી કરવામાં આવી હતી. આ વિનંતીના સંદર્ભમાં, સરકારે કલેક્ટર તરફથી દલીલો રજૂ કરવા માટે અૠઙની નિમણૂક કરી દીધી છે. વિરાણી સ્કૂલની જમીન પર હાલ કેટલીક કોમર્શિયલ પ્રવૃત્તિઓ ચાલી રહી છે, તેમની સામે શરત ભંગની કાર્યવાહી કરવી કે નહિ . આ કેસને કઈ રીતે આગળ વધારવો તે અંગે ડિરેક્ટર જનરલ ઓફ પ્રોસિક્યુશનનું માર્ગદર્શન માંગવામાં આવ્યું હોવાનું પણ અધિકારી સૂત્રોએ જણાવ્યું હતું.