ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

બેડલા ગામના સરપંચને હોદ્દા પરથી દૂર કરવાનો હુકમ રદ કરી ફરી ચાર્જ સોંપવા હાઇકોર્ટનો હુકમ

04:43 PM Mar 05, 2025 IST | Bhumika
Advertisement

5.58 લાખની ઉચાપત કરતા ડીડીઓએ સરપંચપદેથી હકાલપટ્ટી કરી’તી

Advertisement

બેડલા ગામના અજયભાઈ સોરાણીને સરપંચ પદ પરથી દુર કરવાના ડી.ડી.ઓ અને એડી. ડેવલપમેન્ટ કમીશ્નરના બંનેના હુકમો રદ કરી ફરીથી સરપંચ પદે લેવા હાઈકોર્ટએ હુકમ કર્યો છે.

રાજકોટના બેડલા ગામના સરપંચ અજયભાઈ સોરાણીને ડી.ડી.ઓ. તથા અધિક વિકાસ કમીશ્નર ગાંધીનગર ધ્વારા નોટીસો આપી બેડલા ગામ જળસ્ત્રાવ વિકાસ સમિતીના પ્રમુખ હોય વર્ષ-2022-23મા પ્રધાનમંત્રી કૃષી સિંચાઈ યોજના અંતર્ગત 120 એગ્રી સ્પે પંપની ફાળવણી કરવામાં આવેલી હતી. લાભાર્થીઓની યાદી તૈયાર કરી 120 એગી સ્પ્રે પંપની વહેંચણી કરવાની હોય તેના બદલામાં 57 લાભાર્થીઓને એગ્રી સ્પે પંપ આપવામાં આવેલા હતા જયારે 63 એગ્રી સ્પ્રે પંપ નહી આપી અને ગેરરીતી આચરી ખોટા દસ્તાવેજી પુરાવાઓ ઉભા કરી રૂૂા.5,58,000 નાણાની ઉચાપત કરવાની કોશીશ કરેલ હતી. જે અંગે તાલુકા પંચાયત કચેરીના મદદનીશ તાલુકા વિકાસ અધિકારી અશોકભાઈ મહેતાએ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં આઈ.પી.સી. કલમ 406, 420, 409, 495, 497, 498, 471, 511 મુજબની ફરીયાદ આપવામાં આવેલી હતી. જે ગુના અનુસંધાને ડી.ડી.ઓ દ્વારા સરપંચ પદેથી દુર કરેલ હતા. બાદ અધિક વિકાસ કમીશ્નર સમક્ષ અપીલ દાખલ કરી હતી જે અપીલ અનુસંધાને અધિક વિકાસ કમીશ્નર, ગાંધીનગર દ્વારા ડી.ડી.ઓ.નો હુકમ કાયમ રાખી સરપંચ પદેથી દુર કરવાનો હુકમ મંજુર રાખેલ હતો.

સરપંચ પદમાં ફરીવાર લેવા માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. તે અરજી ચાલવા ઉપર આવતા બંને પક્ષની રજૂઆત બાદ સરપંચના વકીલ દદ્વારા કરવામાં આવેલી દલિલ અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચૂકાદાઓ ધ્યાને લઇ હાઇકોર્ટે ડીડીઓ અને એડી. ડેવલપમેન્ટ કમિશનરના હુકમો રદ કરી અજય નાથાભાઈ સોરાણીને ફરીથી સરપંચ પદે નિમણુંક કરવા હુકમ કર્યો છે.

આ કેસમાં હાઈકોર્ટમાં આશીષભાઈ ડગલી અને રાજકોટના પ્રખર ધારાશાસ્ત્રી ભગીરથસિંહ ડોડીયા, ખોડુભા સાકરીયા, મીલન જોષી, જયવિર બારૈયા, દિપ પી. વ્યાસ, રવિરાજસિંહ જાડેજા, જયપાલસિંહ સોલંકી અને સાગરસિંહ પરમાર રોકાયા હતા.

Tags :
bedlaBedla villagegujaratgujarat newsrajkot
Advertisement
Next Article
Advertisement