For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પ્લાસ્ટિક વેસ્ટના નિકાલનો કડકાઇથી અમલ કરવા હાઇકોર્ટનો સરકારને આદેશ

04:31 PM Jan 11, 2025 IST | Bhumika
પ્લાસ્ટિક વેસ્ટના નિકાલનો કડકાઇથી અમલ કરવા હાઇકોર્ટનો સરકારને આદેશ

રાજયની આઠેય મનપા અને GPCBનો ડેટા રજૂ થતા આકરું વલણ, 31 જાન્યુ.એ વધુ સુનાવણી

Advertisement

ગિરનાર અને બેટ દ્વારકાને પ્લાસ્ટિક અને ગંદકી મુક્ત બનાવવાની માંગ કરતી જાહેર હિતની અરજી પર સુનાવણી કરતી વખતે ગુજરાત હાઈકોર્ટે શુક્રવારે રાજ્યભરમાં પ્લાસ્ટિક કચરાના નિયમોનું કડક પાલન કરવાનો આદેશ આપ્યો હતો.
ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB)ને તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં પ્લાસ્ટિક વેસ્ટના નિકાલ, મટિરિયલ રિકવરી ફેસિલિટી અને પ્લાસ્ટિક વેસ્ટ નિયમોના પાલન અંગે વિગતવાર ડેટા સાથેનો અહેવાલ રજૂ કરવાનો આદેશ આપ્યો હતો.

રાજ્યના હાઈકોર્ટે GPCBને પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટના નિયમો અને ધારાધોરણોનું પાલન ન થતું હોય તેવા કેસોમાં નિરીક્ષણ કરવા અને શિક્ષાત્મક પગલાં લેવાનો પણ નિર્દેશ આપ્યો હતો.

Advertisement

રાજ્યની આઠ મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં પ્લાસ્ટિક વેસ્ટના નિકાલ અંગેની તપાસનો અહેવાલ અને જીપીસીબી દ્વારા મેળવેલ ડેટા હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. રિપોર્ટમાં ગાંધીનગર અને ભાવનગર મહાનગરપાલિકામાં ગંભીર ક્ષતિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભાવનગર કોર્પોરેશનમાં પ્લાસ્ટિક વેસ્ટ સેગ્રિગેશન માટેની કોઈ વ્યવસ્થા કે મશીનરી ન હોવાનું બહાર આવ્યું હતું. તેથી, જ્યારે ગાંધીનગરમાં ત્રણમાંથી બે સાઈટમાં વેસ્ટ રીકવરી ફેસિલિટી અને ડમ્પિંગ સાઈટ કાર્યરત ન હોવાનું બહાર આવ્યું ત્યારે હાઈકોર્ટે ગંભીર નોંધ લીધી અને ૠઙઈઇને આવા ડિફોલ્ટરો સામે શિક્ષાત્મક પગલાં લેવા જણાવ્યું. હાઇકોર્ટ દ્વારાવધુ સુનાવણી 31 જાન્યુઆરીએ હાથ ધરશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement