For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હાઈકોર્ટનો આદેશ ફળ્યો, GPSCની પરીક્ષામાં બેસવા નહોતી દેવાય તે મહિલા રાજ્યમાં પ્રથમ

12:11 PM Feb 29, 2024 IST | Bhumika
હાઈકોર્ટનો આદેશ ફળ્યો  gpscની પરીક્ષામાં બેસવા નહોતી દેવાય તે મહિલા રાજ્યમાં પ્રથમ

ગાંધીધામની મહિલાએ ફાઇનાન્સ અને એકાઉન્ટ વિભાગમાં ક્લાસ-2માં આસિસ્ટન્ટ મેનેજરની જગ્યા માટે અરજી કરી હતી. આ માટે 1 અને 2 જાન્યુઆરી 2024ના રોજ ઇન્ટરવ્યૂ ગાંધીનગર ખાતે રાખવામાં આવ્યા હતા. મહિલાનું રહેઠાણ ગાંધીધામ છે.. જે ગાંધીનગરથી 300 કિમી દુર છે.. તેની પ્રસુતિનો સમય જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં આપવામાં આવ્યો હતો. તેથી તેણે અગાઉથી જ GPSC ને ઇમેઇલથી જાણ કરી ઇન્ટરવ્યૂ પાછળ ઠેલવવા અથવા વૈકલ્પિક વ્યવસ્થાની માંગ કરી હતી.

Advertisement

પરંતુ જીપીએસસીએ મહિલાની માંગણી માન્ય રાખી ન હતી, અને 2 જાન્યુઆરીએ ઇન્ટરવ્યૂ સ્થળે હાજર રહેવા કહ્યુ હતું. આ મહિલાએ 31 ડિસેમ્બર 2023ના રોજ બાળકને જન્મ આપ્યો.. આ સંજોગોમાં તે 2 જાન્યુઆરીએ ઇન્ટરવ્યૂ આપવા જઈ શકે તેવી પરિસ્થિતિમાં નહોતી. તેમ છતાં GPSC એ અરજદારને વધુ સમય આપ્યો નહીં.

આ મામલે મહિલાએ હાઇકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા.. આ મુદ્દે હાઇકોર્ટે ૠખઉઈને જઊઇઈ કેટેગરીમાં આ ભરતી ઉપરની એક પોસ્ટ ખાલી રાખવા જણાવ્યું હતું. જેના આધારે GPSC દ્વારા મહિલાનો ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યો હતો.આ મહિલાએ વર્ષ 2020માં GPSC દ્વારા ૠખઉઈમાં આવેલી ફાઇનાન્સ અને એકાઉન્ટ વિભાગની આસિસ્ટન્ટ મેનેજર પોસ્ટ વર્ગ 2ની ભરતી માટે અરજી કરી હતી. જેનું પરિણામ 8 ડિસેમ્બર 2023ના રોજ જાહેર થયું હતું. જેમાં મહિલા સફળ જાહેર થઇ હતી. મહિલાએ પોતાની કેટેગરીમાં પ્રથમ ક્રમાંક મેળવીને સૌ કોઈને ચોકાવી દીધા હતા.

Advertisement

ગુજરાત હાઇકોર્ટે આ મામલે ૠખઉઈ અને GPSC ની ટીકા કરી અને મહિલા સાથે જાતીય અસંવેદનશીલતા દાખવવા માટે રોષ પણ વ્યક્ત કર્યો જે બાદ તબક્કાવાર રીતે હાઇકોર્ટમાં સુનાવણી પણ હાથ ધરાઈ અને અંતે ગુજરાત હાઇકોર્ટ દ્વારા 15 દિવસની અંદર મહિલાનો ઇન્ટરવ્યૂ લેવા માટે આદેશ આપવામાં આવ્યો.જે બાદ GPSC એ મહિલા માટે વિશેષ ઇન્ટરવ્યૂનું આયોજન કર્યું અને આજે જ્યારે તે પરિણામ જાહેર થયું ત્યારે તે મહિલાએ પોતાની કેટેગરીમાં પ્રથમ ક્રમાંક મેળવીને સૌ કોઈને ચોકાવી દીધા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement