બિસ્માર રસ્તાઓ અને રખડતા ઢોરના મુદ્દે હાઇકોર્ટ આકરા પાણીએ
ગુજરાત હાઇકોર્ટ શહેરના બિસ્માર રોડ રસ્તા અને રખડતા ઢોર મુદ્દે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઝાટકણી કાઢી છે. બિસમાર રોડ રસ્તા મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી થઈ. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે અત્યાર સુધીની રોડની સ્થિતિનો રિપોર્ટ માંગ્યો. હાઇકોર્ટ દ્વારા વારંવાર હુકમો કર્યા બાદ પણ રખડતા ઢોર અને બિસ્માર રસ્તાઓની સમસ્યા યથાવત હોવાનું હાઇકોર્ટે નોંધ્યું.
ઢોરથી હજી લોકો ઈજાગ્રસ્ત થતા હોવાની અરજદારે રજુઆત કરી હતી. જો કે પ્લાનિંગ સાથે કામ કરી રહી હોવાનો અખઈએ કોર્ટમાં જવાબ આપ્યો.અમદાવાદ શહેરના બિસ્માર રોડ રસ્તાને લઈને હાઈકોર્ટ આકરા પાણીએ થઈ છે. કોર્ટ વારંવારના હુકમો હોવા છતાં સરકાર કે કોર્પોરેશનને કોઈ ગંભીરતા નહીં હોવાની કોર્ટે ટકોર કરી. હાઇકોર્ટે કહ્યું કે સામાન્ય વરસાદમાં પણ શહેર પાણીમાં ભરાઈ જાય છે. સામાન્ય વરસાદમાં પણ શહેર દયનીય હાલતમાં જોવા મળે છે.
હાઈકોર્ટે કહ્યું કે રોડની હાલત પહેલા જેવી આજે પણ છે, શું કરે છે તંત્ર? આજે જ્યાં જુવો ત્યાં ખાડાઓ જ જોવા મળે છે. ટ્રાફિક, રોડ અને ઢોરની સમસ્યા એક દિવસની નથી. ત્યારે હાઈકોર્ટે તંત્રની ઝાટકણી કાઢીને અત્યાર સુધીની રોડની સ્થિતિમનો રિપોર્ટ હાઈકોર્ટે માંગ્યો છે. ઢોરથી હજી લોકો ઈજાગ્રસ્ત થતા હોવાની અરજદારે હાઇકોર્ટમાં રજૂઆત કરી હતી.