For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વનવિભાગની ભરતી મામલે ગૌણ સેવાને હાઈકોર્ટની નોટિસ

12:17 PM Oct 19, 2024 IST | Bhumika
વનવિભાગની ભરતી મામલે ગૌણ સેવાને હાઈકોર્ટની નોટિસ
Advertisement

વનબીટ ગાર્ડ ભરતી પ્રક્રિયાની વિસંગતતા અંગે ઉમેદવારોએ રિટ કરતા જવાબ આપવા આદેશ

વન બીટ ગાર્ડની ભરતી પ્રક્રિયા અને રાજ્યમાં લેવાતી પરીક્ષા અંગેના વિવાદમાં 100 થી વધુ ઉમેદવારો દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરાયેલી રિટ પિટિશનમાં હાઈકોર્ટે ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડને નોટિસ ફટકારી છે. હાઈકોર્ટે એવી પણ ચેતવણી આપી છે કે જો સબઓર્ડીનેટ સર્વિસિસ સિલેક્શન બોર્ડનો ખુલાસો સાચો અને સંતોષકારક નહીં હોય તો કોર્ટ તેના પર ગંભીરતાથી વિચાર કરશે.

Advertisement

વન બીટ ગાર્ડની ભરતીના વિવાદમાં 100 થી વધુ ઉમેદવારો દ્વારા દાખલ કરાયેલી રિટ પિટિશનમાં જણાવાયું છે કે ગુજરાત ગૌ સેવા સંહિતા મંડળે સમગ્ર રાજ્યમાં 813 વન બીટ ગાર્ડની ભરતીની જાહેરાત કરી છે. આ માટે લગભગ સાડા સાત લાખ અરજીઓ આવી હતી. આ સંદર્ભે જારી કરાયેલી જાહેરાત મુજબ ઘખછ (ઓપ્ટિકલ માર્ક રીડિંગ) ઓફલાઈન પદ્ધતિથી લેવાની હતી, પરંતુ તે કોમ્પ્યુટર આધારિત ઈઇછઝ પદ્ધતિથી લેવામાં આવી હતી. ઉપરાંત, પરીક્ષાઓ એકસાથે લેવાને બદલે અલગ-અલગ 48 સત્રોમાં લેવામાં આવી હતી.

સૌથી ગંભીર બાબત એ છે કે આ પરીક્ષા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાવી જોઈએ અને તે તેની જવાબદારી છે, પરંતુ તેના બદલે તેણે આ પરીક્ષાનું કામ ખાનગી એજન્સીને સોંપી દીધું છે. જેના કારણે અલગ-અલગ 48 સેશનમાં લેવાયેલી પરીક્ષામાં કેટલાક પેપર અઘરા તો કેટલાક સરળ હતા. આ પછી, જ્યારે આ ખાનગી એજન્સી દ્વારા પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું ત્યારે તે જાહેર કરવામાં આવ્યું ન હતું કે દરેક ઉમેદવારને કેટલા માર્કસ આવ્યા છે, જેના કારણે ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઉમેદવારોને પણ સમગ્ર પરીક્ષામાં ગેરરીતિનો ડર છે.

ઓપ્ટિકલ માર્ક રીડિંગને બદલે કોમ્પ્યુટર આધારિત પરીક્ષા લેવામાં આવી હતી. એકસાથે બધાને બદલે 48 અલગ સત્રોમાં લેવામાં આવે છે. જેમાં સરળ અને અઘરા પેપર પૂછવામાં આવ્યા હતા. આ પરીક્ષાનું કામ ખાનગી એજન્સીને સોંપવામાં આવ્યું હતું. ખરેખર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે લેવાની છે. પરિણામમાં દરેક ઉમેદવારને કેટલા માર્ક્સ મળ્યા તે જાહેર થયું નથી.

પરીક્ષા ઘખછ પદ્ધતિથી લેવાની હતી, તેના બદલે ઈઇછઝ પદ્ધતિથી પરીક્ષા લેવાઈ હતી. ખાનગી એજન્સી દ્વારા લેવામાં આવતી પરીક્ષામાં પણ ગેરરીતિની શક્યતા છે, તેથી હાઇકોર્ટે આ બાબતે યોગ્ય આદેશ પસાર કરવો જોઇએ, ઉમેદવારોનું પક્ષ સાંભળ્યા બાદ હાઇકોર્ટે ગૌણ સેવા પસંદગી મંડળ પાસેથી જરૂૂરી સ્પષ્ટતા માંગી હતી. કેસની આગામી સુનાવણી 12 ડિસેમ્બરે થશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement