ફાયર સેફટી એજન્સીના એક્ઝિક્યુટીવ સામેની ફરિયાદ રદ કરવા અરજી: એસીબીને હાઇકોર્ટની નોટિસ
શહેરના રેસકોર્ષ ગ્રાઉન્ડમાં ઈવેન્ટ કરવા માટે તાત્કાલીક ફાયર એન.ઓ.સી. અપાવવા માટે સ્પેસીફીક ફાયર પ્રોટેક્શન લીમીટેડ કંપનીના કર્મચારી કૌશીક પીપરોતરએ રૂૂા.30 હજારની લાંચના મામલે એ.સી.બી. પોલીસે ભ્રષ્ટાચાર નિવારણના કાયદા હેઠળ દાખલ કરેલી ફરિયાદની કાયદેસરતા સામે હાઈકોર્ટમાં કાનૂની જંગના મંડાણ મંડાયા છે.
આ કેસની હકીકત મુજબ શહેરના રેસકોર્ષ ગ્રાઉન્ડમાં ઈવેન્ટ માટે જરૂૂરી ફાયર સેફટીના સાધનો ફીટીંગ કરાવેલ જેનુ મહાનગરપાલીકાની ફાયર શાખાનુ એન.ઓ.સી. મેળવવાનુ હોવાથી ફરીયાદીએ રાજકોટ સ્થિત સ્પેસીફીક ફાયર પ્રોટેક્શન લીમીટેડ કંપનીના કર્મચારી કૌશીક પીપરોતરનો સંપર્ક કરતા તેઓએ ફાયર શાખાના અધીકારી ઓળખીતા હોવાનું કહી ફાયર શાખાના અધીકારી વતી ફરીયાદી પાસે કૌશિક પીપરોતર રૂૂા. 30 હજારની લાંચ લેતા રંગે હાથ ધરપકડ કરી હતી.આરોપી વિરૂૂધ્ધ જરૂૂરી પુરાવો મળી આવેલ હોવાનુ જણાવી એ.સી.બી. એ આરોપી વિરૂૂધ્ધ ચાર્જશીટ રજુ કરેલૂ હતુ. રાજકોટની અદાલતે યાંત્રીક રીતે ચાર્જશીટનુ સંજ્ઞાન લઈ લેતા કૌશીક પીપરોતરે તેમના એડવોકેટ તુષાર ગોકાણી મારફતે પોલીસે દાખલ કરેલ એફ.આઈ.આર., તપાસ તથા ચાર્જશીટ હાઈકોર્ટ સમક્ષ પડકારેલ હતુ જેમાં મુખ્યત્વે એવા મુદ્દાઓ લેવામાં આવેલ કે, ભ્રષ્ટાચાર નીવારણ અધીનીયમની કલમ-2 ની જોગવાઈ મુજબ પરાજયસેવકથ વ્યાખ્યામાં આરોપી આવી શકે નહી જો આરોપી પરાજયસેવકથ હોય તો જ કાયદાની જોગવાઈઓ આકર્ષીત થાય અને કાયદાની કલમો લાગુ પાડી શકાય પરંતુ એવા કીસ્સામાં કે જેમાં રાજયસેવકને પોલીસે આરોપી બનાવેલ ન હોય તેવા કીસ્સામાં માત્ર સામાન્ય પ્રજાજન વિરૂૂધ્ધ ભ્રષ્ટાચાર નીવારણ અધીનીયમની જોગવાઈઓ લાગુ પાડી શકાય નહી. કાયદાની કલમ-7 ની વિસ્તૃત વિષ્લેશણ કરતા એવી રજૂઆત કરાયેલ હતી કે, કોઈ રાજયસેવક વતી કોઈ પ્રજાજન ભ્રષ્ટાચારને લગતી કાર્યવાહી કરે તો બન્નેને આરોપી તરીકે લઈ શકાય પરંતુ જયારે રાજયસેવક જ આરોપી તરીકે ન હોય ત્યારે એવા સામાન્ય પ્રજાજન કે જે રાજયસેવકની વ્યાખ્યાના વ્યાપમાં આવતા ન હોય તેની વિરૂૂધ્ધ ભ્રષ્ટાચાર નીવારણ અધીનીયમ હેઠળ કાર્યવાહી આગળ ચલાવી શકાય નહીં, તે મુજબની વિસ્તૃત કાયદાકીય છણાવટ કરતી રજુઆતો કરી હતી.
આરોપી વતી ઉઠાવાયેલા કાનુની મુદ્દાઓમાં વજુદ જણાતા હાઈકોર્ટે એ.સી.બી. ને નોટીસ કરી કાનુની મુદ્દાઓનો જવાબ આપવા આદેશ કર્યો છે. આ કેસમાં આરોપી કૌશીક પીપરોતર વતી સૌરાષ્ટ્રના ખ્યાતનામ ધારાશાસ્ત્રી તુષાર ગોકાણી, રીપન ગોકાણી, કેવલ પટેલ, હાર્દિક શેઠ, ઉઝેર કુરેશી, જશપાલસિંહ જાડેજા, યશ વૈષ્ણવ, વિરમ ધ્રાંગીયા, નદિમ ધંધુકિયા, વિશાલ કૌશીક, ભૂમિકા નંદાણી, દિવ્યમ દવે, નૈમીષ રાદડીયા, કેવિન ભીમાણી અને હાઈકોર્ટમાં સીનીયર એડવોકેટ હર્ષીત ટોળીયા રોકાયા હતા.