ગણેશ વિસર્જન માટે જરૂરી ગાઇડ લાઇન તૈયાર કરવા હાઇકોર્ટની સૂચના
ગણેશ વિસર્જન દરમ્યાન ડુબી જવાના વધતા બનાવોને ધ્યાને લઇ આ મામલે હાઇકોર્ટ દ્વારા ચિંતા વ્યક્ત કરી આગામી સમયમાં ગણેશ વિસર્જન વખતે આવી દુર્ઘટના ન બને તે માટે તકેદારી રાખવા અને જરૂરી એસઓપી તૈયાર કરવા જે તે વિભાગને સુચના આપી છે.
ગણેશ વિસર્જન દરમિયાન ડૂબી જવાના કેસોને લઈ ગુજરાત હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. તહેવારો સમયે ડૂબી જવાની ઘટના ન બને તેવી તકેદારી રાખવા પણ આદેશ કર્યો છે. અત્રે જણાવીએ કે, આવનારા તહેવારોને ધ્યાને રાખીને તૈયારીઓ કરવા હાઈકોર્ટે આદેશ કર્યો છે.
હાઇકોર્ટે જણાવ્યું કે ગણેશ વિસર્જન સમય ડૂબવાની ઘટના બનતી હોય છે, જેના કારણે અનેક લોકોના મૃત્યુ પણ થતાં હોય છે.
જ્યારે તંત્ર દ્વારા કુંડા બનાવવાની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે છતાં પણ ઘટના બનતી હોય છે. આ મામલે ગુજરાત હાઈકોર્ટે આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી છે. તો બીજી તરફ આજે ગુજરાત હાઈકોર્ટેમાં અમદાવાદ સાબરમતી નદીમાં પ્રદુષણને લઈ સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં ચોંકાવનારો દાવો સામે આવ્યો હતો. અગાઉની સુનાવણીમાં જે વીડિયો નદીમાં પ્રદુષણ છે તે બતાવતો હતો તે વીડિયો ખોટો હવાનો દાવો કરાયો છે. હાઈકોર્ટે આ બાબતને ગંભીર ગણાવી વીડિયોની ચકાસણી કરી હાઈકોર્ટમાં રજૂ કરવા કહ્યું હતું. કોર્ટે સમગ્ર મામલે એફિડેવિટ કરવા પણ જણાવ્યું હતું અને સુએજ પાઈપલાઈનનો પણ ઉલ્લેખ કરાયો હતો જેને લઈને હવે આગામી દિવસોમાં સુનાવણી થશે.
આગામી માસમાં ગણેશ ઉત્સવ આવનાર હોય જેને લઇ હાઇકોર્ટ દ્વારા તંત્રને જરૂરી સુચનો સાથે ગણેશ વિસર્જન સમયે ડુબી જવાની બનતી ઘટનાઓ અટકાવવા તકેદારી રાખવા સુચન કર્યું છે.