For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સુરત ડાયમંડ બુર્સની 300 દુકાનોની હરાજી સામે હાઇકોર્ટનો મનાઇ હુકમ

04:10 PM Mar 28, 2024 IST | Bhumika
સુરત ડાયમંડ બુર્સની 300 દુકાનોની હરાજી સામે હાઇકોર્ટનો મનાઇ હુકમ

સુરતમાં વિશ્વનું સૌથી મોટુ 67 લાખ ચોરસ ફુટ વિશાળ જગ્યામાં કોમર્શીયલ કોમ્પલેક્ષનું બાંધકામ કરનાર ઙજઙ પ્રોજેકટને 125 કરોડની બેંક ગેરેંટી આપવા ડાયમંડ બુર્સ મેનેજમેન્ટને ફરમાન કરતા સુરત કોમર્શીયલ કોર્ટના હુકમને પડકારતી સુરત ડાયમંડ બુર્સ તરફથી ગુજરાત હાઇકોર્ટ સમક્ષ કરાયેલી અપીલમાં ગુજરાત હાઈકોર્ટે ગઈકાલે જઉઇને બાકીની 300 દુકાનોની હરાજી હાથ ધરવા સામે મનાઇ હુકમ ફરમાવ્યો છે.

Advertisement

હાઇકોર્ટે જણાવ્યું હતું કે, જયાં સુધી બેંક ગેરેંટી આપવામાં ના આવે ત્યાં સુધી સુરત ડાયમંડ બુર્સ કોઇપણ પ્રકારે બાકી રહેલા હિસ્સામાં કોઈ ત્રાહિત હક્ક ઉભા કરી શકશે નહીં, ટ્રાન્સફર કરી શકશે નહીં કે હરાજી કરી શકશે નહીં. હાઇકોર્ટે કોમર્શીયલ કોર્ટને પણ શકય એટલી વહેલી તકે પક્ષકારોના કરાર સંબંધી આર્બીટ્રલ ટ્રિબ્યુનલ રાહે પગલાં લેવા હુકમ કર્યો હતો. બીજીબાજુ, આ કેસમાં તમામ પક્ષકારોની સુનાવણી પૂર્ણ થતાં હાઇકોર્ટે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. ઉલ્લેખનીય છે કે, સુરત ડાયમંડ બુર્સનુ ક્ધસ્ટ્રકશન કરનાર કંપની અને ડાયમંડ બુર્સના સંચાલકો વચ્ચે પેમેન્ટના મુદે વિવાદ ચાલી રહ્યો છે અને આ મામલો આર્બીટ્રલ ટ્રિબ્યુનલ બાદ હાઇકોર્ટ સુધી પહોંચ્યો છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement