ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

RTI એક્ટિવિસ્ટને 40 લાખનો દંડ ફટકારતી હાઇકોર્ટ

12:40 PM Aug 01, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

અવાર નવાર અરજીઓ કરી સમય બગાડતા હાઇકોર્ટ લાલઘુમ

વડોદરાના એક અરજદારને TP સ્કીમને લઈને વારંવાર અરજીઓ કરવા બદલ અને જાહેર રીતની અરજીનો દુરુપયોગ કરી કોર્ટનો સમય બગાડવા બદલ કુલ 40 લાખ રૂૂપિયાનો દંડ ફટકારતો મૌખિક હુકમ કર્યો છે.
અરજદારે અરજીમાં જણાવ્યું હતું કે GDCR મુજબ TP સ્કીમમાં જમીનનો અમુક ભાગ ખાલી રાખવો પડે, જેથી જે ડેવલોપરને ઓથોરિટીએ ડેવલપમેન્ટ પરમિશન આપી છે તેને રદ કરવામાં આવે. જોકે, અરજદારે પોતાની અરજીમાં ડેવલોપર્સને પક્ષકાર બનાવ્યા નહોતા.

ઓથોરિટી વતી ઉપસ્થિત થયેલા વકીલે જણાવ્યું હતું કે, અરજદાર હાઇકોર્ટમાં અયોગ્ય હેતુથી અરજી કરે છે. તે વારંવાર અરજી કરવાની ટેવવાળો છે. તે પોતાની સામાજિક કાર્યકર અને RTI એક્ટિવિસ્ટ જણાવે છે, પરંતુ તે બિલ્ડરોને ટાર્ગેટ કરે છે. RTI માં તે પોતાના લેટર પેડ ઉપર માહિતી માંગે છે. આ લેટરપેડ ઉપર એક તરફ વડાપ્રધાનનો ફોટો અને બીજી તરફ બાબાસાહેબ આંબેડકરનો ફોટો હોય છે. આમ તે સરકારી કર્મચારીઓને પણ ગેરમાર્ગે દોરે છે અને ભ્રમ ઉત્પન્ન કરે છે.

વડાપ્રધાનના ફોટાનો ઉપયોગ અંગત હેતુ માટે કરવો તે ગુનો બને છે. તેને 48 RTI અરજીઓ કરી હતી. તે જે માહિતી માંગે છે, ત્યારબાદ તેનો અયોગ્ય હેતુ માટે ઉપયોગ કરે છે.
કોર્ટે કહ્યું હતું કે, અરજદારની વિશ્વસનીયતા શંકાશીલ છે. તે એક પ્લોટ, ત્યાંની સ્કીમ, બિલ્ડર વગેરેની માહિતી માંગે છે. હાઇકોર્ટમાં અરજી દાખલ કરે છે, પરંતુ તેમને પક્ષકાર બનાવતો નથી. આવા લોકો માટે હાઇકોર્ટનું પ્લેટફોર્મ નથી. આવા લોકોએ રોડ ઉપર જઈને બૂમો પાડવી જોઈએ. ડેવલોપર્સને પક્ષકાર બનાવ્યા વગર જ તેમની મંજૂરી રદ કરવા અરજદાર દાદ માંગે છે. અરજદાર કોર્ટના સમયનો દુરુપયોગ કરે છે. સ્વચ્છ ઈરાદા સાથે આવતા લોકોને જ કોર્ટમાં સ્થાન છે.

અરજદારના વકીલે જણાવ્યું હતું કે, લોકોને ઉપયોગની જગ્યા ઓથોરિટીએ રાખી છે કે નહીં તે જાણવાનો નાગરિકને હક્ક છે. જોકે, કોર્ટે કહ્યું હતું કે, અરજદાર એ બાંધકામ રોકવા માંગે છે, જેની મંજૂરી ડેવલોપર્સે કાનૂની રીતે ઓથોરિટી પાસેથી લીધી છે. અગાઉ પણ અરજદાર આવી અરજીઓ હાઇકોર્ટમાં કરી ચૂક્યો છે. અરજદારના વકીલે જણાવ્યું હતું કે, અરજદારનો આક્ષેપ TP સ્કીમના અમલીકરણમાં ગેરરીતિઓ અંગે છે.
જોકે હાઇકોર્ટે નોંધ્યું હતું કે TP સ્કીમ હજી પહેલા ચરણમા છે તેને રાજ્ય સરકારની મંજૂરી મળવાની બાકી છે. અરજદાર બાંધકામની મંજૂરી રદ્દ કરવા માંગે છે.

RTI દ્વારા અરજદાર ઓથોરિટી ઉપર માહિતી આપવા દબાણ નાખે છે કે, તેઓએ કોને બાંધકામની મંજૂરી આપી છે. અરજદારને જાહેર હિતમાં નહીં પણ પોતાના હિતમાં રસ છે. અરજદારને જાહેર હિતની અરજીનો દુરુપયોગ કરવા બદલ કુલ 40 લાખ રૂૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે. જે-તે 4 મહિનામાં બે સરખા હપ્તામાં હાઇકોર્ટ રજીસ્ટ્રાર સમક્ષ જમા કરાવશે. પહેલો હપ્તો બે મહિનામાં ચૂકવશે. આ રકમ ગુજરાત સ્ટેટ લીગલ સર્વીસ ઓથોરિટીમાં જમા થશે. જેનો ઉપયોગ મહિલા અને બાળકો માટે કરવામાં આવશે.

 

ભવિષ્યમાં RTI નહિં કરી શકે
જો અરજદાર દંડની રકમ ડિપોઝિટ ના થાય તો રિકવરીની કાર્યવાહી કરવામાં આવશે. અરજદાર ભવિષ્યમાં ગુજરાત હાઇકોર્ટમાં કોઈપણ જાહેર રીતની અરજી કરી શકશે નહીં. વર્તમાનમાં પણ તેને આવી અરજી કરી હોય, તેને કાઢી નાખવા પણ હાઇકોર્ટે હુકમ કર્યો હતો. હાઇકોર્ટે અરજદારને અયોગ્ય હિત ધરાવનાર વ્યક્તિ તરીકે ગણાવીને આ દંડને બીજા માટે પણ ઉદાહરણરૂૂપ ગણાવ્યો હતો. હાઇકોર્ટનો સમય બગાડવા બદલ પણ કોર્ટે અરજદારનો ઊધડો લીધો હતો. વળી આજે અરજીની સુનાવણીમાં હાઇકોર્ટનો 1 કલાક જેટલો સમય બગડ્યો હતો.

Tags :
gujaratgujarat newsgujart high courtRTI activist
Advertisement
Next Article
Advertisement