For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દાહોદમાં અર્ધનગ્ન મહિલાની પરેડ મુદ્દે હાઇકોર્ટે સુઓમોટો દાખલ કરી

12:01 PM Feb 04, 2025 IST | Bhumika
દાહોદમાં અર્ધનગ્ન મહિલાની પરેડ મુદ્દે હાઇકોર્ટે સુઓમોટો દાખલ કરી

દાહોદના સાંજેલી ગામમાં એક મહિલાને 15 જેટલા લોકોના ટોળા દ્વારા બાઈકની પાછળ સાંકળ વડે બાંધીને અર્ધનગ્ન હાલતમાં દોડાવવામાં આવે છે. જે પીડિત મહિલા આજીજી કરતી હોવા છત્તા તેની ઉપર કોઈ રહેમ ખાતું નથી. ત્યારે આ મહિલા પરિણીત હોવા છતાં તે પોતાના કોઈ પ્રેમીને મળતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

Advertisement

જો કે, પોલીસે આ મુદ્દે સમાચાર સંસ્થાઓના અહેવાલોના આધારે કેટલાક આરોપીઓને ઝડપીને કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે આ મુદ્દે ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો અરજી લીધી છે. આ ઘટના મુદ્દે રાજ્યના ગૃહ વિભાગ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તેમજ દાહોદ ઉજઙ એકશન ટેકન રિપોર્ટ હાઈકોર્ટ સમક્ષ રજૂ કરશે. ભવિષ્યમાં રાજ્યમાં આવી ઘટનાઓ અટકાવવા કેવા પગલાં ભરાશે તેનો જવાબ આપશે.હાઇકોર્ટે ઉપરોક્ત બનાવ અંગે સુઓમોટો અરજી લેતા નોધ્યું હતું કે, અમેરિકાના એક એબોર્ઝનિસ્ટ મુજબ પુરુષે સ્ત્રીનો ઉપયોગ જ કર્યો છે.

તેને હંમેશા ગુલામ બનાવીને રાખવાની વૃત્તિ સેવી છે. તેણે સ્ત્રીને કદી ઉપર આવવા દીધી નથી. સમાચાર માધ્યમોમાં દાહોદના સાંજેલિમાં નિ:સહાય મહિલાના અપમાનની નિંદનીય ઘટના બની છે. જેનો વીડિયો દુર્ભાગ્ય રીતે સોશિયલ મીડિયામાં પણ વાઇરલ થયો હતો. આ ઘટનાએ રાજ્યની મહિલાઓના માનસને નકારાત્મક અસર પહોંચાડી છે. હાઇકોર્ટે આ ઘટનાનું સ્વયં સંજ્ઞાન લેતા જાતે અરજી દાખલ કરી છે. આ ઘટના મુદ્દે રાજ્યના ગૃહ વિભાગ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તેમજ દાહોદ ઉજઙ એકશન ટેકન રિપોર્ટ હાઈકોર્ટ સમક્ષ રજૂ કરશે. ભવિષ્યમાં રાજ્યમાં આવી ઘટનાઓ અટકાવવા કેવા પગલાં ભરાશે તેનો જવાબ આપશે.

Advertisement

વાયરલ વીડિયો રોકવા સરકારે શું કર્યુ: હાઇકોર્ટનો વેધક સવાલ
આ ઘટનાની પીડિત મહિલા સહિત આવી ઘટનાઓમાં પીડિત મહિલાઓના માનસિક સ્વાસ્થ્ય, મેડિકલ સારવાર અને સુરક્ષા માટે કેવા પગલાં લેવાય છે, તેનો રાજ્ય સરકાર જવાબ આપશે. તો દાહોદની આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં પીડિત મહિલાનો નિર્વસ્ત્ર વીડિયો કેટલાક પરપીડન વૃત્તિ વાળા લોકોએ સોશિયલ મીડિયા ઉપર વાઇરલ કર્યો હતો. ત્યારે આવા વીડિયોને ફેલાતા રોકવા સરકાર શું પગલાં લઈ રહી છે, તેનો જવાબ આપે. આ અરજી ચીફ જજની બેંચને રિફર કરાઈ છે. ત્યારે 12 ફેબ્રુઆરીએ ચીફ જજની બેન્ચ સમક્ષ આ અરજી મામલે સરકાર જવાબ રજૂ કરશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement