For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હાઈ બ્લડપ્રેશર: શું છે અને કેમ જાગરૂક રહેવું જરૂરી છે

12:00 PM Dec 21, 2024 IST | Bhumika
હાઈ બ્લડપ્રેશર   શું છે અને કેમ જાગરૂક રહેવું જરૂરી છે

હાઈ બ્લડપ્રેશર: શું છે અને કેમ જાગરૂક રહેવું જરૂરી છે

Advertisement

ભારતમાં પશ્ચિમી સંસ્કૃતિના અનુકરણના પગલે જીવનશૈલી અને ખાનપાનમાં મોટું પરિવર્તન આવ્યું છે. આજકાલની ફાસ્ટ લાઈફસ્ટાઈલમાં લોકોએ અનેક પ્રકારની પરેશાનીનો સામનો કરવો પડતો હોય છે. આ બધી પરેશાની ખાવા-પીવાની બદલતી આદત, કસરત ન કરવાને કારણે થતી હોય છે.

આ બધી ખરાબ આદતોને કારણે માણસને ન થઈ હોય તેવી બીમારી થઈ જાય છે જેવી કે હાઈ બ્લડ પ્રેશર, કેન્સર, ડાયાબિટીઝ વગેરે. માણસે સ્વસ્થ્ય રહેવું હોય તો તેને પોતાઈની લાઈફસ્ટાઈલ હેલ્થી બનાવવી પડશે. તેમજ ધુમ્રપાન, આલ્કોહોલ જેવી ખરાબ આદતો છોડવી પડશે.હાઇપર ટેન્શન અથવા હાઈ બ્લપ્રેશર જેવી ગંભીર બીમારી પ્રત્યે જો બેદરકારી સેવવામાં આવે તો દર્દીએ જીવ જોખમમાં મૂકાય છે.હાયપરટેન્શનને સાયલન્ટ કિલર તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે તે ધમનીઓમાં દબાણ વધારે છે અને જીવન માટે જોખમી પરિસ્થિતિઓ બનાવે છે.

Advertisement

હાઈ બ્લડ પ્રેશર એટલે ધમનીઓની દિવાલ સામે વધતું દબાણ. ધમનીઓ હૃદય, કિડની, આંખ અથવા અન્ય કોઈપણ અંગની હોઈ શકે છે. બ્લડ પ્રેશર એ રોગ નથી; તે ધમનીની દિવાલો સામે રક્ત બળ છે જે સમગ્ર શરીરમાં લોહીના પમ્પિંગ માટે જરૂૂરી છે. તંદુરસ્ત પુખ્ત વ્યક્તિમાં સામાન્ય બ્લડ પ્રેશર લગભગ 120/80 હોય છે. આજકાલ હાઈ બ્લડ પ્રેશરની ફરિયાદોનું પ્રમાણ વધી ગયું છે. જીવન તણાવપૂર્ણ બની ગયું છે, અને આહાર સ્વસ્થથી જંક ફૂડમાં બદલાઈ ગયો છે.

હાઈ બીપી ફેફસાં અને કિડનીને નુકસાન, આંખ અને મેમોરી લોસ અને હાર્ટ ફેલિયર સહિત અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. એટલા માટે તે સંકેતોને ઓળખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે જે જણાવે છે કે હાઈ બ્લડ પ્રેશરને કારણે હૃદયને નુકસાન થઈ રહ્યું છે. અહીં એવા કેટલાક લક્ષણો વિશે જાણીએ, જેના દ્વારા તમે જાણી શકો છો કે, હાઈ બ્લડ પ્રેશરને કારણે હૃદય યોગ્ય રીતે કામ કરી શકતું નથી.

હાઇપર ટેન્શન(હાઈ બ્લડપ્રેશર) નાં કારણો નીચે મુજબ છે :
વારસાગત, સ્થૂળતા, બેઠાળુ જીવન, વધુ પડતી દવાઓ લેવી, જંક ફૂડ, ખોરાક માં મીઠાનું વધુ પ્રમાણ, માનસિક તણાવ, ધુમ્રપાન-તમાકુનું સેવન

હાઇપરટેન્શન (હાઈ બીપી)ના લક્ષણો
માથું દુખવું, ચક્કર આવવા, વધુ પડતો પરસેવો થવો, છાતીમાં દુખવું, ખાલી ચડવી, મોટાભાગના કેસમાં અમુક મહિનાઓ સુધી કાંઈ પણ લક્ષણ જોવા ન મળે એવું પણ બની શકે અને માત્ર ચેકઅપ દરમિયાન જ ખબર પડે. સામાન્ય રીતે બીપીના દર્દીઓ બ્લડપ્રેશરને કંટ્રોલ કરવા માટે દવાઓ લેતા હોય છે, પરંતુ જો તમે ઇચ્છો તો જીવનશૈલી અને આહારમાં ફેરફાર કરીને દવાઓ વગર બીપીને કંટ્રોલ કરી શકો છો.

હેલ્થી ડાયટ:-
અભ્યાસ પ્રમાણે હાઈ બ્લડ પ્રેશરને ડાયટ દ્વારા કંટ્રોલ કરી શકાય છે. આખા અનાજ, લીલા પાંદડાવાળા શાકભાજી, લો ફેટ ડેરી પ્રોડક્ટ, ફળો અને શાકભાજી હાઈ બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલને ઘટાડે છે. દરરોજ 3,500 થી 5,000 મિલિગ્રામ પોટેશિયમ લેવાથી હાઈ બ્લડપ્રેશર ઠીક થઈ જશે. પોટેશિયમ માટે પાલક, કોબીજ, એવોકાડો, કેળા, બટેટા, બટરનટ, કઠોળ, દાળ વગેરેનું સેવન કરવું જોઈએ. ચીકણા-તળેલા, ગળપણ, વાસી અને વાયડા પદાર્થો બંધ કરવા.ગોળ, ઘી, ખાંડ, મલાઈ, માખણ, ઠંડાં પીણાં, દુધપાક, શીખંડ, બાસુદી, દહીં, ફ્રુટસલાડ, ફ્રીઝ કે બરફનું પાણી, ફરસાણ, મગ-તુવેર સીવાયનાં કઠોળ, વેજીટેબલ ઘી લેવાનું બંધ કરવું.

નિયમિત કસરત:-
નિયમિત કસરત હાઈ બ્લડ પ્રેશરને ઓછુ કરે જ છે પણ તે સાથે તે બ્લડ શુગર અને ખરાબ કોલેસ્ટ્રોલને પણ વધવા નથી દેતી. જે વ્યક્તિઓ નિયમિત કસરત કરે છે તેમનામાં અનેક રોગોથી બચવાની ક્ષમતા વિકસિત થાય છે.

મીઠા પર નિયંત્રણ:-
જો મીઠાની માત્રામાં દરરોજ થોડો પણ ઘટાડો થાય તો હૃદયનું સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહે છે. સોડિયમના કારણે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા વધી જાય છે. સામાન્ય રીતે, દરરોજ 2300 મિલિગ્રામ કરતાં ઓછા સોડિયમની જરૂૂરિયાત હોય છે. જો તેને 1500 મિલિગ્રામ સુધી મર્યાદિત હોય કરવામાં આવે તો હાઈ બીપી તરત જ ઘટી જશે.

આલ્કોહોલ અને ધૂમ્રપાન થી દૂર રહેવું:-
જો હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવું હોય તો આલ્કોહોલથી બચો. આ સિવાય ધૂમ્રપાન ન કરો. કારણ કે તેનાથી હાઈ બ્લડ પ્રેશરથી પીડિત લોકોમાં હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ વધી જાય છે. ધૂમ્રપાન અને આલ્કોહોલ છોડવાથી બ્લડ પ્રેશરને નિયંત્રિત કરી શકાય છે. આ ઘણા રોગોનું કારણ બની શકે છે

.
વોકિંગ:-
સપ્તાહમાં 5-6 દિવસ ઝડપથી ચાલવાથી માત્ર હાઈ બ્લડ પ્રેશર જ નહીં ઘટે પરંતુ તેની સાથે સાથે બ્લડ શુગર અને ખરાબ કોલેસ્ટ્રોલ પણ સામાન્ય થઈ જશે. ઘણા અભ્યાસોમાં એવું કહેવામાં આવ્યું છે કે દરરોજ 10 હજાર પગલા ચાલવું એ અનેક બીમારીઓથી છુટકારો મેળવવાનો સરળ ઉપાય છે.દરેકે નિયમિત રીતે બ્લપ્રેશર ચેકઅપ કરવું ખૂબ જરૂૂરી છે. જેથી સમયસર સારવાર થઈ શકે.

Advertisement
Tags :
Advertisement
Advertisement