For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

આતંકવાદી હુમલા બાદ ગુજરાતના રેલવે સ્ટેશનો પર હાઇએલર્ટ

04:19 PM Apr 29, 2025 IST | Bhumika
આતંકવાદી હુમલા બાદ ગુજરાતના રેલવે સ્ટેશનો પર હાઇએલર્ટ

Advertisement

પશ્ર્ચિમ રેલવેને બે ડીવાયએસપી, સાત પીઆઇ, 104 પીએસઆઇ, પાંચ ડોગ સહિતની ફાળવણી, ટ્રેનોમાં વિશેષ પેટ્રોલિંગ શરૂ કરાયું

દેશમાં પહેલગામ આંતકવાદી હુમલાબાદ પશ્ચિમ રેલવેમાં વિવિધ ટ્રેનો તેમજ રેલવે સ્ટેશન પર વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે સાથે સાથે હાલમાં ઉનાળુ વેકેશન શરૂૂ થતા રેલવેમાં રેલ્વે યાત્રીની સંખ્યામાં નોંધપાત્ર વધારો થતા રેલવે ગવર્મેન્ટ પોલીસે પણ વિવિધ ટ્રેનોમાં યાત્રીઓનો માલ સામાનને ચોરી કે લૂટ નહીં થાય તે માટે ટ્રેનોમાં અને રેલવે સ્ટેશન પર વધારે પોલીસ બંદોબસ્ત સાથે વધારાના પાંચ ડોગ ફાળવવામાં આવ્યા છે
કાશ્મીરના પહેલગામ ખાતે થયેલા આતંકવાદી હુમલાબાદ પશ્ચિમ રેલવેના વિવિધ રેલવે સ્ટેશન પર હાઈ એલેટ જાહેર કરવામાં આવ્યું છે બીજી તરફ ઉનાળુ વેકેશન શાળાઓમાં શરૂૂ થતા જ રેલ્વે યાત્રીઓની સંખ્યા નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે જેને લઇને કેટલીક ટ્રેનો ઉનાળા વેકેશનમાં લઈ ફુલ થઈ ગઈ છે ત્યારે પશ્ચિમ રેલવેમાં ગુજરાતમાંથી પસાર થતી વિવિધ રેલવે સ્ટેશન પર પોલીસ બંદોબસ્ત ઇન્ચાર્જ આઈ જી સરોજ કુમારીએ મહત્વના રેલવે સ્ટેશન પર વધારે નો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે આ પોલીસ બંદોબસ્તમાં બે ડીવાયએસપી સાત પીઆઈ 104 પીએસઆઇ તેમજ એલસીબી અને એસઓજીની ટીમને પણ સાથે રાખવામાં આવ્યા છે.

Advertisement

સુરત અને ઉધના ખાતે યાત્રીઓની વધુ પડતી અવરજવરને લઈને બે ડોગ ટીમ પણ મૂકવામાં આવી છે સાથે સાથે રેલ્વે યાત્રીઓના માલ સામાન લૂંટ કે ચોરી નહીં થઈ તે માટે રેલવેની વિવિધ ટ્રેનોમાં ગવર્મેન્ટ રેલવે પોલીસ અને આરપીએફ સાથે ટ્રેનોની અંદર પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. રેલ્વે સ્ટેશન પર લોકોના લગેજ તેમજ સીસીટીવીના માધ્યમથી વિશેષ નજર રાખવામાં આવી રહી છે. પશ્ચિમ રેલવેના ગુજરાત ગવર્મેન્ટ પોલીસને રાજ્યના ડીજીપી વિકાસ સહાય દ્વારા વધારાના પાંચ ડોગ ચેકિંગ અર્થે ફાળવવામાં આવ્યા છે જેને લઈને રેલવે પોલીસ ના વિવિધ રેલવે સ્ટેશન પર ટ્રેનોને આવવા જવા પર અને ટ્રેનોની અંદર વિશેષ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. સુરત રેલવે સ્ટેશનના પીઆઇ વ્યાસ સુરત રેલ્વે સ્ટેશન અને ઉધના ચલથાણ તેમજ અન્ય સ્ટેશન પર પોતાના વધારે ના સ્ટાફ 24 કલાક પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. સીસીટીવી ના માધ્યમ નો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

બીજી તરફ અમુક ટ્રેનોમાં વિશેષ પેટ્રોલિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે રેલવેમાં અમદાવાદ ડિવિઝન અને બરોડા ડિવિઝનમાં પણ પોલીસ દ્વારા વિશેષ પેટ્રોલિંગ સાથે કોમ્બિન હાથ ધરવા આવ્યું છે સાથે શંકાસ્પદ ચીજ વસ્તુઓની પણ ચેકિંગ મેટલ ડિરેક્ટર અને ડોગ ટીમના મદદથી કરવામાં આવી રહ્યું છે.

અમદાવાદ એરપોર્ટ પર થ્રી લેયર સિક્યોરિટી સિસ્ટમપહેલગાંવ આતંકવાદી હુમલા બાદ ભારત - પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. ગમે ત્યારે ઘર્ષણ થાય તેવી સંભાવના ઊભી થઇ છે. આ પરિસ્થિતિમાં પાકિસ્તાનની નજીકના એરપોર્ટ પૈકીના એક એવા અમદાવાદ એરપોર્ટની સુરક્ષા વધારવામાં આવી છે. તમામ મુસાફરોની સાથે તેમને લેવા-મૂકવા માટે આવતા વાહનોની તપાસ કરવામાં આવી રહી છે. એરપોર્ટ પર ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ તૈનાત રાખવામાં આવી છે. સ્થાનિક પોલીસે પણ એરપોર્ટ ફરતે સતત પેટ્રોલિંગ વધારી દીધું છે. એરપોર્ટ પરના સ્ટાફને પણ કોઇ પણ વ્યકિતની શંકાસ્પદ મૂવમેન્ટ જણાય તો તરત જ સિક્યુરિટીને જાણ કરવા તાકીદ કરવામાં આવી છે. એરપોર્ટ પર થ્રી લેયર સિક્યોરિટી સિસ્ટમ ડેવલપ કરવામાં આવી છે. અમદાવાદ એરપોર્ટ પર આવતા મુસાફરો તેમને લેવા મૂકવા આવતા સ્વજનો અને તમામ વાહનોની ચકાસણી કરવામાં આવી રહી છે. એરપોર્ટ પર સિક્યોરીટી ટીમ સાથે વજ્ર વાહન તૈનાત છે. જેની સંખ્યા વધારવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સીઆઇએસએફની ટીમ પણ વધારી દેવામાં આવી છે. આ ઉપરાંત એરપોર્ટ પોલીસે સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ પણ વધારી દીધું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement