ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

હાય રે બેકારી, તલાટીની 2389 જગ્યા સામે 4.56 લાખ અરજી

01:39 PM Jun 12, 2025 IST | Bhumika
Advertisement

3 લાખથી વધુએ પરીક્ષા ફી પણ ભરી દીધી, ડબલ ગ્રેજ્યુએટ, એમ.બી.એ ધારકોએ અરજી કરી, એક જગ્યા સામે સરેરાશ 200 ઉમેદવારો મેદાનમાં

Advertisement

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે તલાટીની ભરતી પ્રક્રિયા હાથ ધરી છે. મંગળવારે મોડી રાતના 12 વાગ્યા સુધી ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતાં. તલાટીની 2389 જગ્યાઓ ખાલી પડી છે ત્યારે ચાર લાખ શિક્ષિત બેરોજગારોએ અરજી કરી હતી. હજૂ આજે રાત્રે 12 સુધી ફોર્મ ભરી શકાશે.

ગ્રામ પંચાયતોના વહીવટને વધુ સુદ્રઢ બનાવવાના ભાગરુપે સરકારે રહી રહીને તલાટીની ભરતી શરૂૂ કરી છે. છેલ્લે વર્ષ 2016માં 2800 તલાટીઓની ભરતી કરવામાં આવી હતી. આ વખતે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે 2389 તલાટીની ભરતી પ્રક્રિયા હાથ ધરી છે ત્યારે 26 મેથી ફોર્મ ભરવાનું શરૂૂ થયુ છે. મંગળવારે (10 જૂન) બપોર સુધીમાં તલાટી માટે 4.50 લાખથી વધુ અરજીઓ આવી હતી જે પૈકી 3.80 લાખ જેટલી અરજીઓ ક્ધફર્મ થઈ છે. 3 લાખથી વધુ ઉમેદવારોએ તો પરીક્ષા ફી પણ ફરી દીધી છે. તલાટી માટે કુલ ફોર્મ કેટલાં ભરાયાં તે આજે રાત સુધીમાં ખબર પડશે. જે રીતે ફોર્મ ભરાયાં છે તે જોતાં તલાટીની પ્રત્યેક એક જગ્યા માટે 200 ઉમેદવારો પરીક્ષાના મેદાને છે.

આ વખતે ડબલ ગ્રેજ્યુએટથી માંડીને એમબીએ-ડિગ્રિ ધારક યુવાઓએ પણ તલાટી બનવામાં રસ દાખવ્યો છે. ઉલ્લેખનીય છે કે, પંચાયતોમાં અત્યાર સુધી તલાટીઓ જ વહીવટદાર તરીકે ભૂમિકા નિભાવતા હતા. જગ્યાઓ ખાલી હોવાથી એક તલાટીને બે-ત્રણ ગામડાની જવાબદારી સોંપવામાં આવી હતી. પંચાયતોનો વહીવટ બગડતાં આખરે સરકારે તલાટીઓની ભરતી કરવાનું મન બનાવ્યુ છે. તલાટીની પરીક્ષા હવે જીપીએસસીની પરીક્ષા સમાન બની રહી છે. હવે પ્રિલિમનરી પરીક્ષામાં ઉતીર્ણ થયા પછી જ વધુ પરીક્ષા માટે યોગ્ય ઉમેદવાર ગણવામાં આવે છે. આ ઉપરાંત અત્યાર સુધી શૈક્ષણિક લાયકાત ધો. 12 હતી. હવે ગ્રેજયુએટ યુવા જ તલાટીનુ ફોર્મ ભરી શકે છે.

 

રાત્રે 12 વાગ્યા સુધી મૂદત લંબાવાઇ
રેવન્યુ તલાટીની વર્ષ 2025 માટે ભરતીના 26 મેથી ફોર્મ ભરાવવાના શરૂૂ થયા હતા. જેની અંતિમ તારીખ 10 જૂન હતી. મહેસૂલ તલાટીની 2389 જેટલી જગ્યાઓ માટે ભરતીને લઈને 23 મે, 2025ના રોજ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. . જ્યારે હવે GSSSB મંડળ દ્વારા ફોર્મ ભરવાના દિવસ વધારીને છેલ્લી તારીખ 12 જૂન કરવામાં આવી છે, જેમાં રાત્રે 11:59 સુધીમાં ફોર્મ ભરી શકાશે. અરજી કરવા ઈચ્છુક ઉમેદવારો આવતીકાલ ગુરુવાર (12 જૂન) સુધી અરજી કરી શકશે અને 13 જૂનની રાત્રે 11:59 સુધી પરીક્ષા ફી ભરવાની રહેશે. જેમાં રેવન્યુ તલાટીની ભરતી 2025 માટે ઉમેદવારો Ojasની સત્તાવાર વેબસાઈટની ojas.gujarat.gov.in પરથી અરજી કરી શકશે.

Tags :
gujaratgujarat newsTalati vacanciesUnemployment
Advertisement
Next Article
Advertisement