ખંભાળિયાના યુવાન પાસેથી તોતિંગ વ્યાજ વસુલી, ધમકી આપવા બાબત ચાર શખ્સો સામે ફરિયાદ
ખંભાળિયા તાલુકાના ભંડારીયા ગામે રહેતા અને ખેત વ્યવસાય સાથે સંકળાયેલા મેરામણભાઈ કચરાભાઈ કનારા નામના 46 વર્ષના આહિર યુવાને આજથી આશરે બે વર્ષ પૂર્વે આ જ ગામના એભાભાઈ વજશીભાઈ કનારા પાસેથી રૂૂપિયા 16 લાખની રકમ યાદી લીધી હતી. તેના બદલામાં ફરિયાદી મેરામણભાઈએ રૂૂ. 23,37,000 પરત ચૂકવી આપ્યા હતા. તેમ છતાં પણ વધુ પૈસાની માંગણી કરી આરોપીઓ એભાભાઈ વજશીભાઈ ઉપરાંત ડાડુ વજશીભાઈ કનારા, દેવશી વજશી કનારા અને રાજુ દેવશી કનારા નામના ચાર શખ્સોએ મેરામણભાઈ પાસેથી બળજબરીપૂર્વક સહી સાથેના પાંચ કોરા ચેક લઈ લીધા હતા.
આ પછી આરોપીઓ રૂૂપિયા 20 લાખની રકમ ભરીને એક ચેક બેંકમાં નાખી, આ ચેક રિટર્ન કરાવ્યો હતો. આ બાદ તેઓએ કોર્ટમાં નેગોશીયેબલ એક્ટ મુજબની ફરિયાદ કરી અને ફરિયાદી મેરામણભાઈ તથા સાહેદોને જાનથી મારી નાખવાની ધમકી આપી, મોતનો ભય બતાવીને બળજબરીપૂર્વક વધુ રકમ પડાવી લેવા માટે બિભત્સ ગાળો કાઢવામાં આવી હતી. આ રીતે પઠાણી ઉઘરાણી કરવા સબબ ખંભાળિયા પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.
જે અંગે પોલીસે તમામ ચાર શખ્સો સામે બી.એન.એસ. તેમજ મની લેન્ડર્સ એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ અહીંના પી.એસ.આઈ. યુ.કે. મકવા દ્વારા હાથ ધરવામાં આવી છે.
જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા
ઓખાના પોશીત્રા વિસ્તારમાંથી સ્થાનિક પોલીસ દ્વારા જુગાર અંગની કાર્યવાહી દરમિયાન જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા કિશન છગન સોલંકી, કિશોર મનજી સોલંકી અને શ્યામ રામુ સોલંકી નામના ત્રણ શખ્સોને ઝડપી લઈ, રૂૂ. 10,130 નો મુદ્દામાલ કબજે કર્યો હતો
