મોરબીમાં કોપર વાયરની ચોરીનો ભેદ ઉકેલાયો, બે શખ્સો ઝડપાયા
રિક્ષા, વાયર સહિત રૂ.64.700નો મુદ્દામાલ જપ્ત
મોરબીના લખધીરપુર રોડ પર આવેલ દુકાનનું શટર ઉચકી 39,700 ની કિમતના કોપર વાયરની ચોરી કરનાર બે ઇસમોને ઝડપી લઈને પોલીસે ચોરી થયેલ કોપર વાયર અને રૂૂ 25 હજારની રીક્ષા સહીત 64,700 નો મુદામાલ કબજે લીધો છે. મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં ગત તા. 03 ના રોજ ચોરીની ફરિયાદ નોંધાઈ હતી લખધીરપુર રોડ પર આવેલ ફરિયાદી મનીષભાઈ મેરજાની ન્યુ પટેલ રીવાઈન્ડીંગ નામની દુકાનનું શટર ઉચકી અજાણ્યા ચોર ઇસમોએ ઇલેક્ટ્રિક મોટર કોપર વાયર, ભંગાર અને ઈલેક્ટ્રીક મોટર બોડી તેમજ સીસીટીવી કેમેરા અને તેનું રેકોર્ડર મળીને રૂૂ 1,98,200 ના મુદામાલની ચોરીની બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી પોલીસે ગુનો નોંધી ચોરીના ગુનાની તપાસ એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડ ટીમે હાથ ધરી હતી ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ ઈસમો એક જૂની નંબર વગરની છકડો રીક્ષામાં ચોરીનો મુદામાલ ભરી ધરમપુર રોડ પરથી નીકળવાના હોવાની બામતી મળતા ટીમે વોચ ગોઠવી હતી. છકડો રીક્ષામાં ચોરીના મુદામાલ સાથે નીકળેલા આરોપી સંજય ઉર્ફે અભલો ગીરીશભાઈ સોલંકી અને સંજય ઉર્ફે સંજ્લો શંભુભાઈ ડાભી રહે બંને રાજકોટ વાળાને ઝડપી લઈને છકડો રીક્ષા રૂૂ 25 હજાર અને ચોરીના ગુનામાં ગયેલ 100 કિલો તાંબાનો વાયર કીમત રૂૂ 39,700 મળીને કુલ રૂૂ 64,700 નો મુદામાલ રીકવર કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.