For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વેરાવળ બંદર પરથી 250 કરોડનું હેરોઈન ઝડપાયું

11:15 AM Feb 23, 2024 IST | Bhumika
વેરાવળ બંદર પરથી 250 કરોડનું હેરોઈન ઝડપાયું
  • ડ્રગ્સની ડિલિવરી લેવા આવેલા જામનગરના બે શખ્સો સહિત 11 શખ્સોની અટકાયત: પાકિસ્તાની માફિયાએ ડ્રગ્સ મોકલાવ્યું હોવાનું ખુલ્યું

સૌરાષ્ટ્રનાં સાગરકાંઠો ડ્રગ્સ માફીયાઓ માટે સ્વર્ગ સમાન બની ગયો છે ત્યારે કચ્છનાં બંદરો પર અગાઉ અવારનવાર ડ્રગ્સના ક્ધસાઈન્ટમેન્ટ ઝડપાયા બાદ ગીર સોમનાથ એસ.પી. મનોહરસિંહ જાડેજાને મળેલી ચોક્કસ માહિતીના આધારે વેરાવળ બંદર પર એસઓજીએ ઓપરેશન પાર પાડી સાડા ત્રણ સો કરોડની કિંમતના 50 કિલો હેરોઈનના જથ્થા સાથે 11 શખ્સોની અટકાયત કરી તપાસ કરતાં ડ્રગ્સનું કનેકશન પાકિસ્તાન અને ઈરાન સુધી લંબાયું છે.
સૌરાષ્ટ્રનાં સાગરકાંઠે અવારનવાર દાણચોરો દ્વારા ડ્રગ્સની ડીલેવરી કરવામાં આવી રહી છે ત્યારે આજે વેરાવળ બંદર પર ડ્રગ્સનું મોટુ ક્ધસાઈન્ટમેન્ટ ઉતરાવાનું હોવાની ગીર સોમનાથ એસપી મનોહરસિંહ જાડેજાને માહિતી મળતાં એસઓજીના ઈન્ચાર્જ પીઆઈ અરવિંદસિંહ જાડેજા સહિતના સ્ટાફને કામે લગાડયા હતાં.

Advertisement

વેરાવળ બંદર પર મોડીરાત્રથી જ એસઓજીનો કાફલો વોચમાં ગોઠવાયો હતો દરમિયાન મધદરિયેથી માછીમારી કરીને આવેલી બોટમાં ડ્રગ્સ આવ્યું હોવાની અને જામનગરના બે શખ્સો આ ડ્રગ્સની ડીલેવરી લેવા આવ્યા હોવાની માહિતી પરથી છાપો મારવામાં આવ્યો હતો. જેમાં બોટમાંથી 250 કરોડની કિંમતનું 50 કિલો હેરોઈનનો જથ્થો મળી આવ્યો હતો.

ગીર સોમનાથ પોલીસે ડ્રગ્સની ડીલેવરી લેવા આવેલા જામનગરના બે મુસ્લિમ શખ્સની ધરપકડ કર્યા બાદ તેમની પુછપરછમાં માછીમારી કરીને આવેલી બોટમાંથી ડ્રગ્સની ડીલેવરી લીધી હોવાની કબુલાત આપતાં પોલીસે માછીમારી કરીને આવેલી બોટના ટંડલ સહિત 9 શખ્સોની પણ ધરપકડ કરી લીધી છે.

Advertisement

પોલીસના સકંજામાં સપડાયેલા માછીમારી કરતાં ટંડલ સહિતના 9 શખ્સોની આગવી ઢબે પુછપરછ કરતાં મધદરિયે માછીમારી કરવા ગયા ત્યારે ઈન્ટરનેશનલ બોડર પર પાકિસ્તાનથી આવેલી બોટ દ્વારા ડ્રગ્સની ડિલેવરી કરવામાં આવી હતી અને માછીમારીની સાથે ડ્રગ્સનો જથ્થો પણ સૌરાષ્ટ્રમાં ઘુસાડવાનું ષડયંત્ર બહાર આવ્યું છે.

પોલીસે ડ્રગ્સની ડીલેવરી લેવા આવેલા જામનગરના બે શખ્સોની આગવી ઢબે પુછપરછ કરતાં હેરોઈનનો જથ્થો ઈરાનથી વાયા પાકિસ્તાન થઈ ભારતમાં ઘુસાવડવાનો હોવાનું જણાવ્યું છે. પોલીસે આ ડ્રગ્સ પ્રકરણમાં આંતરરાષ્ટ્રીય કનેકશન બહાર આવતાં તે દિશામાં તપાસ હાથ ધરી છે. પોલીસે ડ્રગ્સનો જથ્થો લેવા આવેલા જામનરગના બે શખ્સો અને માછીમારી બોટના ટંડલ સહિતના શખ્સોના તમામ આરોપીઓને મોબાઈલ ફોન કબજે કરી તેની કોલ ડીટેઈલનાં આધારે તપાસના ચક્રોગતિમાન કર્યા છે.

એક વર્ષમાં રૂા.6500 કરોડના નશીલા દૃવ્યો ઝડપાયા
ગુજરાતનો દરિયાકિનારો ડ્રગ્સના દાણચોરો માટે સોફટ લેન્ડિંગ પોઈન્ટ હોય તેમ ગત વર્ષે રૂા.6500 કરોડનું ડ્રગ્સ અને હેરોઈન ઝડપાયું છે. આ અગાઉ કચ્છના મુંદ્રા બંદરેથી તેમજ જામનગર, દ્વારકા જિલ્લામાંથી તથા દક્ષિણ ગુજરાતમાંથી જથ્થો ઝડપાયો હતો. જ્યારે વેરાવળના બંદરનો નશીલા દ્રવ્યોની હેરફેર માટે પ્રથમ વખત ઉપયોગ થયાનું જણાય છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement