અમદાવાદમાં તમામ પોલીસમાટે હેલ્મેટ ફરજિયાત
અમદાવાદ શહેર પોલીસ દળમાં ફરજ બજાવતા તમામ પોલીસ અધિકારી, કર્મચારી અને સિવિલિયન સ્ટાફે ટુ વ્હિલર વાહન ચલાવતી વખતે નીચે મુજબની સુચનાઓનું ફરજીયાતપણે પાલન કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.
દરેક પોલીસ સ્ટેશન, શાખા, કચેરી અને યુનિટ ખાતે જે પોલીસ અધિકારી,કર્મચારી અને સિવિલિયન સ્ટાફ સહિત યુનિફોર્મમાં કે સિવિલ ડ્રેસમાં હોય, પોતાના ફરજ સ્થલે તેમજ અન્ય સ્થળે અવરજવર કરવા માટે ટુ વ્હિલરનો જાતે ઉપયોગ કરે તેવા તમામ પોલીસ અધિકારી, કર્મચારી અને સિવિલિયન સ્ટાફે ફરજીયાતપણે નિયમોનુસાર હેલ્મેટ પહેરવાનું રહેશે. તમામ સુપરવાઈઝરી અધિકારીઓે પોલીસ સ્ટેશન, શાખા, કચેરી અને યુનિટના ઈન્ચાર્જોએ પોતાના તાબાના પોલીસ અધિકારી, કર્મચારી અને સિવિલિયન સ્ટાફ ટુ વ્હિલર ચલાવતી વખતે ફરજીયાતપણે હેલ્મેય પહેરે તે સુનિશ્ચિત કરવાનું રહેશે.જો તેઓ સુચનાનું પાલન ન કર્યાનું ધ્યાન પર આવે તો તેમની વિરૂૂધ્ધ એમ.વી.એક્ટ મુજબ કાયદાકીય રીતે દંડની શિક્ષાની કાર્યવાહી કરવાની રહેશે.
તે સિવાય આ હુકમનું ઉલ્લંઘન કે અવગણના બદલ પણ સીધી જ શિક્ષાત્મક કાર્યવાહી કરી તે અંગેની અત્રેની કચેરીએ જાણ કરવાની રહેશે. ા અંગેનુ ચુસિતૃપણે અમલવારી થાય તે જોવાની જવાબદારી તમામ સુપરવાઈઝરી અધિકારી અને ઈન્ચાર્જોની રહેશે., એમ અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિકે બહાર પાડેલા હુકમમાં જણાવ્યું હતું.