કાજલી માર્કેટિંગ યાર્ડ નજીકના પુલ ઉપરથી લોખંડના એંગલ દૂર કરાતાં ભારે વાહનો શરૂ
વેરાવળ તાલુકાનાં કાજલી માર્કેટીંગ યાર્ડ ની બાજુમાં હિરણ નદી ઉપર જે પુલ આવેલ છે તે વર્ષો જુનો હોવાથી આ પુલ ઉપર થી ભારે વાહનો માટે પ્રતિબંધ લગાવવામાં આવેલ અને લોખંડ ના એગલ ની આડસ કરવામાં આવેલ પરંતુ તે દુર થતા ભારે વાહનો ફરી શરૂૂ થયેલ છે.
વડોદરા પુલ દુર્ઘટના બાદ સરકાર દ્વારા સમગ્ર ગુજરાત મા જુના પુલ નુ ચેકિગ કરવામાં આવેલ અને જે જર્જરિત પુલ હતા તેની ઉપર ભારે વાહનો નિકળવાનું પ્રતિબંધ લગાવવામાં આવેલ એજ પ્રમાણે કાજલી માર્કેટીંગ યાર્ડ ની બાજુમાં આવેલ જુના પુલ ઉપર કલેકટર એન વી ઉપાધ્યાય દ્વારા આ પુલ ઉપર થી ભારે વાહનો ન નીકળે તે માટે પુલ ની બંન્ને બાજુ લોખંડ ના એગલ લગાવેલ હતા પરંતુ એક સાઈટ નુ એગલ ધણા સમયથી નીકળી ગયેલ અને એક સાઈડ નુ એગલ નમી ગયેલ હતુ.
અને આ નમી ગયેલ એગલ ને સીમેન્ટ કોંક્રિટ થી મજબુત કરવા અખબારોમાં અહેવાલ પ્રસિદ્ધ થયા પરંતુ આ લોખંડ ના એગલ ને સીમેન્ટ કોંક્રિટ થી મજબુત કરવા ની જગ્યા એ આ એગલ કાઢી નાખવામાં આવેલ જેથી પુલ ઉપર થી ફરી ભારે વાહનો પસાર થવાનુ શરૂૂ થયેલ છે આ વિસ્તારમાં મચ્છી ની કંપની ઓ ના વાહનો પાણી ભરેલા ટાંકા અને અન્ય મોટી કંપનીઓ આવેલ છે જેથી ભારે વાહનો નો ધસારો રહેતો હોય છે જેથી ફરી કોઈ દુર્ધટના સર્જાય તે પહેલાં આ પુલ ઉપર બંને બાજુ લોખંડ ના એગલ લાગાવવા મા આવે જેથી ભારે વાહનો નિકળવાનું બંધ થાય.