રાજકોટમાં સવારથી વરસાદ વચ્ચે હેલ્મેટ ડ્રાઈવ શરૂ
48થી વધુ પોઈન્ટ ઉપર ટ્રાફિક અને સ્થાનિક પોલીસ સ્ટેશનનો સ્ટાફ ચેકિંગ માટે રસ્તા ઉપર ઉતર્યો: ફરજિયાત હેલ્મેટનો અમલ કરાવવા જતા ક્યાંક ઘર્ષણ
હાઇકોર્ટના નિર્દેશ બાદ આજ થી રાજકોટ શહેર પોલીસ દ્વારા હેલ્મેટ ફરજિયાત પહેરવા ઉપરનો નિયમ અમલી બનાવવામાં આવ્યા બાદ સવા થી શહેરમાં અલગ અલગ 48 થી વધુ પોઈન્ટ ઉપર હેલ્મેટ ડ્રાઈવ શરૂૂ કરવામાં આવી છે. એક તરફ વરસાદમાં લોકો રેઇનકોટ સાથે હેલ્મેટ પહેરીને નીકળ્યા હતા. દરેક ટુ વ્હીલ ચાલકો અને પાછળ બેસનાર માટે પણ હેલ્મેટ પહેરવું ફરજિયાત કરવામાં આવતા લોકોએ રવિવાર સાંજ સુધી દંડથી બચવા માટે હેલ્મેટની ધૂમ ખરીદી કરી હતી.
આજ સવારથી લોકોને ટોપા પહેરીને નીકળવું પડ્યું હતું. હેલ્મેટની અમલવારીને લઈને પોલીસ પણ એલર્ટ બની છે. ગઈકાલે રવિવારે ટ્રાફીક પોલીસ દ્વારા હેલ્મેટની જાગૃતિ માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આજ સવારથી ટ્રાફિક પોલીસ સાથે સ્થાનિક પોલીસ મથકનો સ્ટાફ શહેર ભરમાં હેલ્મેટની અમલવારી માટે રસ્તાઓ ઉપર ઉતરી પડ્યો હતો. ચેકિંગ દરમિયાન ક્યાંક વાહન ચાલકો અને પોલીસ સાથે ઘર્ષણ થવાની ઘટના પણ બની હતી. હેલ્મેટની શહેરી વિસ્તારમાં અમલવારીને લઈને ગુજરાત હાઈકોર્ટ મારફતે હેલ્મેટના કાયદાને અસરકારક બનાવવા રાજ્ય સરકારને સુચન કર્યા બાદ ગુહવિભાગ દ્વારા ફરજિયાત હેલ્મેટ માટેની જાહેરાત કરવામાં આવી હતી. આજ સવારથી તેનો કડક અમલ કરાવવા સરકારને ફરમાન આપવામાં આવ્યું હોય જેને લઈને હવે પોલીસ તંત્રને હેલ્મેટના કાયદાનો અમલ કરાવવા આદેશનો કડક અમલ કરી સવારથી ચેકિંગ કરી રહી છે.
પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા દ્વારા હેલ્મેટના નિયમનો કડક અમલ કરાવવાના આદેશને પગલે શહેર ટ્રાફીક પોલીસ સાથે તમામ પોલીસ સ્ટેશનના સ્ટાફને પણ રસ્તા ઉપર ચેકીંગ માટે ઉતરી પડ્યા હતા. રાજકોટ શહેરના કાલાવડ રોડ, યુનિવર્સીટી રોડ, કેકેવી ચોક, ઇન્દિરા સર્કલ, માધાપર ચોકડી, ગોંડલરોડ ચોકડી, બેડી ચોકડી, હોસ્પિટલ ચોક, ચૌધરી હાઇસ્કુલ, જામટાવર ચોક, શીતલ પાર્ક ચોકડી, બજરંગ વાડી ચોક, હનુમાન મઢી ચોક,રૈયા ચોકડી, આકાશ વાણી ચોક, આલાપ ચોક, રામાપીર ચોકડી, જે.કે.ચોક, મુંજકા ચોકડી,એ.જી.ચોક,સ્પીડવેલ ચોક,મટુકી ચોક,બાપાસીતારામ ચોક મવડી ચોકડી, પી.ડી.માલવિયા ફાટક પાસે,ગરુડ ગરબી ચોક, કિશાનપરા ચોક,લીમડા ચોક, એસ્ટ્રોન ચોક,ભક્તિનગર સર્કલ, સોરઠીયાવાડી ચોક,અટીકા ફાટક, આજીડેમ ચોકડી,અમુલ સર્કલ, ચુનારાવાડ ચોક,ગ્રીનલેન્ડ ચોકડી, ડીલક્ષ ચોક, ભગવતીપરા, મોરબી રોડ,માલીયાસણ ચોકડી, કાગદડી, હીરાસર એરપોર્ટ, બામણબોર સહિતના વિસ્તારોમાં પોલીસે સવારથી હેલ્મેટનું ચેકિંગ શરૂૂ કર્યું હતું.