હીરામણનગરનો બૂટલેગર પાસા હેઠળ જેલહવાલે ધકેલાયો
મારામારી અને દારૂના 6 જેટલા ગુનામાં સંડોવાયેલ શખ્સને અમદાવાદ જેલમાં મોકલાયો
પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા દ્વારા દારૂૂ અને જુગારની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા તેમજ દારૂૂને હેરાફેરી કરતા તત્વો ઉપર અંકુશ લગાવવા બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે કરવા હુકમ કરવામાં આવ્યો છે.
અગાઉ ઇંગ્લીશ દારૂૂ ના ગુન્હાઓમાં પકડાયેલ અને મારામારી સહીત 6 જેટલા ગુના જેના સામે નોંધાયેલ છે તેવા હીરામણનગર રંગ ઉપવન સોસાયટીમાં રહેતા તોફીક ઉર્ફે તોફલો મહમદભાઇ સંઘાર સંધી (ઉ.વ.27) સામે પાસા હેઠળ પગલા લેવા પી.સી.બી.એ પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલતા પોલીસ કમિશ્નર દ્વારા તોફીક ઉર્ફે તોફલો મહમદભાઇ સંઘારની પાસા હેઠળ અટકાયત કરી તેને અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવા આવ્યો હતો.
પી.સી.બીના ઇન્ચાર્જ પી.આઈ એમ.આર.ગોંડલીયા સાથે પી.એસ.આઈ એમ.જે.હુણ, પી.બી.ત્રાજીયા, એ.એસ.આઇ. મયુરભાઇ પાલરીયા, સંતોષભાઇ મોરી, રાજુભાઇ દહેકવાલ, મહિપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ,કિરતસિંહ ઝાલા, કરણભાઇ મારૂૂ, ધનશ્યામસિંહ ચૌહાણ, વિરેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, રાહુલગીરી ગૌસ્વામી, ગીરીરાજસિંહ જાડેજા, ઇન્દ્રજીતસિંહ સીસોદીયા, પો.કોન્સ. યુવરાજસિંહ રાણા, વિજયભાઇ મેતા. ફુલદિપસિંહ જાડેજા, દેવરાજભાઇ કળોતરા, વાલજીભાઇ જાડા, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકીએ કામગીરી કરી હતી.