જામપર-મોરઝર વર્તુ ડેમ ડેમેજ હોવાથી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) પેટા વિભાગના કાર્યપાલક ઈજનેર હસ્તકના જામપર-મોરઝર વતું કેમ ફોટડી રોડથી એસ.એચ.રોક ચેઇનેજ 7/800 થી 8/00 પર આવેલા સ્લેબ ડ્રેઈનમાં સ્લેબ તથા પેરાપેટ ડેમેજ થયેલ તથા ચેઈનેજ 9/00 થી 9/20 પર સ્લેબ ડ્રેઈન જર્જરીત હાલતમાં હોવાથી દેવભૂમિ દ્વારકા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આ રસ્તાનો ભારે વાહનોનો ટ્રાફીક અન્ય રસ્તા પર ડાયવર્ટ કરવા અંગેનું જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.
જેમાં જામપર-મોરઝર વર્તુ ડેમ ફોટડી રોડથી એસ.એચ. રોડ ચેઈનેજ પર આવતા-જતા તમામ પ્રકારના ભારે વાહનોએ વૈકલ્પિક રસ્તા તરીકે માનપરથી સ્ટેટ હાઈવે તરફ અંદાજીત 4 કી.મી. તથા તેમજ કોટડી-ભોરીયા-કરશનપર તરફ અંદાજીત 5.8 કી.મી. જતા રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે. આ વૈકલ્પિક રોડ સીંગલ પટ્ટીનો હોય, તેમજ કાચો હોય, જેથી આ સદરહુ રોડના સમારકામ તેમજ પહોળો કરવાની તાત્કાલીક જરૂૂરીયાત હોવાથી સામ-સામે આવતા ભારે વાહનો સરળતાથી પસાર થઇ શકે જે બાબતો ધ્યાને લઇને માર્ગ અને મકાન વિભાગ (પંચાયત)ના કાર્યપાલક ઈજનેરએ જરૂૂરી તમામ વ્યવસ્થા કરવાની રહેશે.
સાથે વૈકલ્પિક રસ્તાની શરૂૂઆત તથા અંતમાં ડાયવર્ઝન અંગેના સાઈન બોર્ડ જાહેર જનતા સરળતાથી વાંચી શકે અને સ્પષ્ટ રીતે જોઈ શકે તે મુજબ ફરજીયાતપણે પણ લગાવવાના રહેશે. ભયજનક રસ્તાના ચેઈનેજ 7/800 થી 8/00 તથા ચેઈનેજ 9/00 થી 9/20 ને જરૂૂરીયાત મુજબ બૈરીકેટીંગ કરી અને ભારે વાહનો ન પ્રવેશે તે રીતે બંધ કરવાનો રહેશે. આ હુકમ અન્ય હુકમ ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે.