સાતમ-આઠમ પર ભારેથી અતિભારે વરસાદની આગાહી: સૌરાષ્ટ્રમાં પૂર આવશે
આંબાલાલની આગાહી, રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે
ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર, બંગાળના ઉપસાગરમાં રચાતી એક મજબૂત વરસાદી સિસ્ટમ અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે 14 અને 15 ઓગસ્ટ, 2025 દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં સાર્વત્રિક વરસાદ પડશે. આ વખતે વરસાદની તીવ્રતા એટલી બધી હશે કે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે.
અંબાલાલ પટેલે જણાવ્યું, બંગાળના ઉપસાગરમાં એક મોટી સિસ્ટમ રચાઈ રહી છે, જે રાજ્ય પર થોડા દિવસોમાં અસર કરશે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાથી ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. રાજ્યના પૂર્વ, મધ્ય, ઉત્તર, સાબરકાંઠા, કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની આગાહી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અતિભારે વરસાદની સંભાવના છે, જ્યારે જૂનાગઢ, અમરેલી, દ્વારકા, પોરબંદર અને રાજકોટમાં ભારે વરસાદ પડશે. અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા અને કચ્છમાં મુશળધાર વરસાદની શક્યતા છે.
અંબાલાલ પટેલે ચેતવણી આપી છે કે આ વરસાદી સિસ્ટમ ખૂબ જ મજબૂત હોવાથી સૌરાષ્ટ્ર અને કચ્છના નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે. ખાસ કરીને નદીઓ અને નાળાઓની આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. ખેડૂતોને પણ તેમના પાક અને પશુધનની સુરક્ષા માટે પૂરતી તૈયારી કરવા અપીલ કરવામાં આવી છે.
અંબાલાલે ભારે વરસાદની આગાહી કરતાં જણાવ્યું હતુ કે, બંગાળના ઉપસાગરમાં રચાતી મોટી સિસ્ટમ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ લાવશે. 14 અને 15 ઓગસ્ટે રાજ્યના પૂર્વ, મધ્ય, ઉત્તર, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં અતિભારે, જ્યારે જૂનાગઢ, અમરેલી, દ્વારકા, પોરબંદર અને રાજકોટમાં ભારે વરસાદ પડશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે, તેથી સાવચેતી રાખવી જરૂૂરી છે.