સાત દિવસ સુધી ઉત્તર-દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ અમદાવાદ દ્વારા આજથી 7 દિવસ સુધી ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં ભારેથી અતી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત વિજળી અને સપાટીના પવનો સાથે આછુ વાવાઝોડા 30 થી 40 કી.મી. પ્રતિ કલાકની ઝડપે ત્રાટકે તેવી શકયતાઓ પણ વ્યકત કરવામાં આવી છે.
આવતીકાલે સવારે 8 વાગ્યા સુધી નવસારી, વલસાડ, દમણ, અરવલ્લી, મહીસાગર, સુરત, ડાંગ, તાપી અને સૌરાષ્ટ્રના પોરબંદર, દ્વારકા અને કચ્છ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યકત કરાઇ છે. 7 તારીખ માટે નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી વગેરે જિલ્લાઓમાં છુટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની શકયતાઓ છે. તેમજ સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યકત કરાઇ છે ત્યારબાદ મોટા ભાગના જિલ્લાઓમાં 12 જુલાઇ સુધીમાં ભારે વરસાદની આગાહી વ્યકત કરાઇ છે. હાલમાં સિનોસ્પીટક સિચ્યુએશન જોતા સરેરાશ દરિયાઈ સપાટી પરનો ચોમાસુ પ્રવાહ હવે શ્રી ગંગાનગર, ભિવાની, આગ્રા, બાંદા, દેહરી, પુરુલિયા, કોલકાતા અને ત્યાંથી પૂર્વ દક્ષિણપૂર્વ તરફ ઉત્તરપૂર્વ બંગાળની ખાડીમાં પસાર થાય છે.
ગઈકાલનો ટ્રફ હવે ઉત્તરપૂર્વ અરબી સમુદ્રથી ગંગા પશ્ચિમ બંગાળના ઉત્તરીય ભાગો અને ઉત્તર ગુજરાત, ઉત્તર મધ્યપ્રદેશ, દક્ષિણપૂર્વ ઉત્તર પ્રદેશ, ઝારખંડના પડોશમાં ચક્રવાતી પરિભ્રમણ તરફ ફેલાયેલો છે જે દરિયાની સપાટીથી સરેરાશ 3.1 કિમી અને 5.8 કિમીની ઊંચાઈએ દક્ષિણ તરફ ઝૂકી રહ્યો છે? દરિયાની સપાટીથી દક્ષિણ ગુજરાતથી કર્ણાટકના દરિયાકાંઠા સુધી એક ઓફ-શોર ટ્રફ વહે છે.