3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી
સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં અનેક જિલ્લામાં રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર, દરિયાકાંઠાના વિસ્તારમાં બારે મેઘ ખાંગા થવાની શકયતા
ગુજરાતમાં 16મી જૂનના રોજ ચોમાસાના શ્રીગણેશ થયા છે. સોમવારે સવારથી જ રાજ્યના ભાવનગર સહિતના અનેક જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબક્યો છે. આ સાથે હજી થોડા દિવસ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિભારેથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. ત્યારે આજે સવારે સૌરાષ્ટ્રના સાત જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે અન્ય જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, આજે (17મી જૂન) સવારે 10 વાગ્યા સુધી સૌરાષ્ટ્રના સાત જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે કે, આ જિલ્લાઓમાં 41થી 61 કેએમપીએચની ઝડપ સાથે પવન ફૂંકાશે. આ સાથે આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે. આ ઉપરાંતના તમામ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આ જિલ્લાઓમાં 40ની કેએમપીએચની ઝડપ સાથે પવન ફૂંકાવાની આગાહી છે અને હળવા વરસાદની આગાહી આપવામાં આવી છે.
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ. કે. દાસે સોમવારે ગુજરાતના હવામાન અને ચોમાસા અંગે આજે આગાહી આપી છે. જેમાં તેમણે જણાવ્યું હતુ કે, સોમવારે ગુજરાતમાં ચોમાસાના શ્રીગણેશ થયા છે. વેરાવળ, ભાવનગર, વડોદરા સુધી ચોમાસું બેસી ગયું છે. આ સાથે તેમણે જણાવ્યું છે કે, ગુજરાતમાં અપર એર સર્ક્યુલેશન પ્રવર્તી રહ્યું છે. જે આગામી 24 કલાકમાં લો પ્રેશર બની શકે છે. આ સિસ્ટમ વેલમાર્ક થઈને પશ્ચિમ દિશામાં આગળ વધી શકે છે.
ગુજરાતમાં ચોમાસું ક્યાં સુધી પહોંચ્યું તે જોઈએ તો ગુજરાતમાં મેઘરાજાની સવારી છેક વડોદરા સુધી પહોંચી ગઈ છે. સૌરાષ્ટ્રમાં પણ ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે. રાજ્યના કુલ 13 જિલ્લામાં ચોમાસાની એન્ટ્રી થઈ છે. ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, વલસાડ, નવસારી, ડાંગ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂૂચ, નર્મદા, તાપી, સુરત જિલ્લામાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે.
હવામાન વિભાગે આપેલા મેપ પ્રમાણે, 17મી જૂને જૂનાગઢ, ગીર સોમનાથમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે પોરબંદર, રાજકોટ, અમરેલી, ભાવનગર, ભરૂૂચ, સુરત, નવસારી, વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે દ્વારકા, જામનગર, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગમાં ભારે વરસાદની આગાહી સાથે ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.