રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

લોકમેળાના ફોર્મ લેવા વેપારીઓનો ભારે ધસારો

04:29 PM Jul 22, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

ત્રણ દિવસમાં 164 ફોર્મ ઉપડયા ; લાખો લોકોની સુરક્ષા માટે આ વર્ષે ચારના બદલે છ એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ રખાયા

ટીઆરપી અગ્નિકાંડ બાદ દર વર્ષે રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે યોજાતા જન્માષ્ટમીના લોકમેળામાં આ વખતે ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. જેમાં લોકોની સુરક્ષા માટે અને લોકમેળામાં ચીક્કાર ગર્દી ન થાય તે માટે મેળાના સ્ટોલ અને યાંત્રિક રાઈડર્સમાં 30 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જ્યારે દર વર્ષે લોકમેળા માટે ચાર એન્ટ્રી એકઝીટ પોઈન્ટ રાખવામાં આવતા હતાં જેમાં ફેરફાર કરીને આ વખતે છ એન્ટ્રી એકઝીટ રાખવામાં આવી છે.
રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે જન્માષ્ટમી તહેવાર નિમિત્તે લોકમેળા સમિતિ દ્વારા લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા.24 થી 28 ઓગસ્ટ સુધી આ લોકમેળો યોજાશે. તાજેતરમાં જ ટીઆરપી ગેમઝોનના અગ્નિકાંડ બાદ સફાળી જાગેલી રાજ્ય સરકારે જાહેર સ્થળોએ લોકોની સુરક્ષા માટે નવી જ એસઓપી બનાવી છે જેના ભાગરૂપે લોકમેળામાં પણ લોકોની સુરક્ષા માટે આ વખતે આકરા પગલાં લેવામાં આવ્યા છે.

રાજકોટનાં લોકમેળાની ડિઝાઈનમાં જિલ્લા કલેકટરે પાંચ વખત ફેરફાર કરાવ્યો છે. જેમાં 30 ટકા રમકડાંના સ્ટોલ અને યાંત્રિક રાઈડર્સ તેમજ આઈસ્ક્રીમના ચોખઠામાં ઘટાડો કરવામાં આવ્યો છે. જ્યારે લોકમેળામાં ગર્દી ન થાય તે માટે ખુલ્લી જગ્યા વધારવામાં આવી છે. સાથો સાથ કોઈ દુર્ઘટના સર્જાય તો લોકો આસીનીથી મેળામાં બહાર નીકળી શકે તે માટે આ વખતે છ એન્ટ્રી એકઝીટ પોઈન્ટ રાખવામાં આવ્યા છે.

બીજી બાજુ ત્રણ દિવસથી જુની કલેકટર કચેરી ખાતે અને તોરલ બિલ્ડીંગમાં આવેલ ઈન્ડિયન બેંકમાંથી લોકમેળાના સ્ટોલ, રાઈડર્સના પ્લોટ તેમજ આઈસ્ક્રીમના ચોખઠા માટેના ફોર્મનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છેે.
જેમાં પ્રથમ દિવસે 66 ફોર્મ ઉપડયા હતાં. બીજા દિવસે 58 ફોર્મ અને આજે ત્રીજા દિવસે બપોર સુધીમાં 40 ટકા ફોર્મ ઉપડી ગયા છે. આ વખતે રમકડાં સહિતના સ્ટોલોમાં અને પ્લોટોમાં ઘટાડો કરવામાં આવ્યો હાયે જેના કારણે ફોર્મ લેવા માટે વેપારીઓમાં ભારે ધસારો જોવા મળી રહ્યો છે.

Tags :
gujaratgujarat newsLok Melarajkotrajkot news
Advertisement
Next Article
Advertisement