For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ચોટીલા પંથકમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ, અનેક ગામડાઓમાં અંધારપટ

01:19 PM May 23, 2025 IST | Bhumika
ચોટીલા પંથકમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ  અનેક ગામડાઓમાં અંધારપટ

ચોટીલા-જસદણ રોડ પર વૃક્ષ પડતા વાહન વ્યવહાર બંધ, ડીઝાસ્ટાર કામગીરી પર ઉઠતા સવાલ

Advertisement

ચોટીલા પંથકમાં ગત સાંજે ના સુમારે એકાએક વાતાવરણમાં પલટો આવેલ હતો.જોરદાર પવન સાથે ધૂળની ડમરીઓ ઉડતા થોડો સમય વાવાઝોડા જેવી સ્થિતિ ઉભી થઈ હતી. આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સાંજે અને શહેરમાં રાત્રે વરસાદ વરસી પડતા શહેર સાથે અનેક ગામડાઓ અંધારપટમાં મુકાઈ ગયા હતા.
છેલ્લા કેટલાક દિવસોથી ત્રાહિમામ ગરમી અને ઉકળાટ બાદ કમોસમી માવઠાનાં વરસાદ ને કારણે વાતાવરણમાં થોડા સમયની ઠંડક પ્રસરી ગયેલ હતી. પરંતુ વગર લાઇટે બાળકો, વૃધ્ધો અને દર્દીઓને ભારે યાતના અને મુશ્કેલી વેઠી હતી.

રાત્રે પવનની આંધી, વિજળીના કડાકા ભડાકા, વાવાઝોડા જેવા ભયાવહ માહોલ સાથે પડેલ વરસાદને કારણે ચોટીલા જસદણ રોડ ઉપર પાચવડા, મોકાસર નજીક વૃક્ષો પડી ગયા હતા બે કંલાકથી વધુનો ટ્રાફિક જામ સર્જાયો હતો. સ્થાનિક તાલુકાનાં એક પણ જવાબદાર આવી પરિસ્થિતિમાં ક્યાંય જોવા મળેલ નથી, બ્લોક થયેલ રોડ રસ્તાઓને ક્લિયર કરવા લોકો એ જાતે જહેમત ઉઠાવી સ્થિતિ થાળે પાડી હતી. અને આવી ભયાવહક સ્થિતિ હોવા છતા એક પણ તંત્રના જવાબદાર બહાર ના જોવા મળતા ડીઝાસ્ટર અંગે સવાલો ઉઠ્યાં હતા.

Advertisement

પિપરાળી ગામે વિજળી પડતાં એક વ્યક્તિ ગંભીર, પ્રાથમિક સારવાર ચોટીલા આપી વધુ સારવાર માટે રાજકોટ રિફર કરેલ છે.વરસાદ ને કારણે પીજીવીસીએલ દ્વારા તમામ ફિડરો બંધ કરતા શહેરમાં અંધારપટ છવાયો છે.
લોકો વિજ ધાંધીયા થી ત્રાહીમામ થઈ ગયા છે. છેલ્લા દશ દિવસ થી થતા સતત ટ્રીપીંગ ને કારણે 70 હજારની વસ્તી બાનમા મુકાતી હોય તેવો તાલ સર્જાયો છે. પ્રજા પ્રશ્ર્ને તમામ મુખ્ય પક્ષોની નબળી નેતાગીરી જોવા મળે છે જે લોકો ને ઉડી ને આંખે વળગે છે. લોકોને નિવેદન, આવેદન નહીં પરંતુ નક્કર પરિણામ લક્ષી આગેવાની જોઇએ છે.!ધૂળની ડમરીઓ વચ્ચે ડુંગર, શહેરમાં રાત્રે વરસતો વરસાદ, ચોટીલા જસદણ રોડ ઉપર પડેલા વૃક્ષો અને વૃક્ષ હટાવવાની કામગીરી કરતા સ્થાનિક લોકો.

Advertisement
Tags :
Advertisement
Advertisement