ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

બે દિવસ અતિભારે વરસાદની આગાહી, 5 જિલ્લામાં રેડ એલર્ટ

01:07 PM Sep 06, 2025 IST | Bhumika
Advertisement

ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ, સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ

Advertisement

ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે નદી-નાળા અને ડેમ છલકાયા છે. તેવામાં હવામાન વિભાગે હજુ ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં 6-7 સપ્ટેમ્બરે ઉત્તર ગુજરાતના 4 જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર કર્યું છે.

હવામાન વિભાગના Nowcast મુજબ, આજે શુક્રવારે રાત્રે 10 વાગ્યાથી ત્રણ કલાક એટલે કે 1 વાગ્યા સુધીમાં 4 જિલ્લામાં રેડ ઍલર્ટ અને અન્ય તમામ જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે. જેમાં સુરેન્દ્રનગર, બોટાદ, આણંદ, ભરુચ જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર કર્યું છે.

હવામાન વિભાગ મુજબ, શનિવારે (6 સપ્ટેમ્બર) ગુજરાતભરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેમાં સુરેન્દ્રનગર, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર કર્યું છે.
જ્યારે પાટણ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, મોરબી, બોટાદ, રાજકોટ જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ અને કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, આણંદ, ભરુચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે.

7 સપ્ટેમ્બરે કચ્છ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા જિલ્લામાં રેડ ઍલર્ટ, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, ગાંધીનગર, અરવલ્લી જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે. તેમજ દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, બોટાદ, જૂનાગઢ, પોરબંદર, અમદાવાદ, આણંદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને પગલે હવામાન વિભાગે યલો ઍલર્ટ જાહેર કર્યું છે.જ્યારે 8 સપ્ટેમ્બરથી વરસાદનું જોર ઘટતું જોવા મળે છે. જેમાં આ દિવસે કચ્છ, પાટણ, બનાસકાંઠા જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે.

Tags :
gujaratgujarat newsHeavy RainHeavy Rain Forecastrainrain fall
Advertisement
Next Article
Advertisement