ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં સાત દિવસ ભારે વરસાદની આગાહી

01:45 PM May 23, 2025 IST | Bhumika
Advertisement

રાજ્ય પર વાવાઝોડાનું સંકટ યથાવત છે. હવામાન વિભાગે રાજ્યના 12થી વધુ જિલ્લામાં સાત દિવસ ભારે વરસાદની ચેતવણી આપી હતી. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના પાંચ જિલ્લા અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. ઉપરાંત 50થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની હવામાન વિભાગે આગાહી કરી હતી.

Advertisement

અરબ સાગરમાં સર્જાયેલુ લો પ્રેશર આજે ડીપ્રેશનમાં ફેરવાશે. મોડી સાંજ સુધીમાં લો પ્રેશર ડીપ્રેશનમાં ફેરવાઈ શકે છે. રાજ્યમાં સાત દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઇ છે. માછીમારી કરવા ગયેલા માછીમારોને પરત ફરવાની સૂચના આપવામાં આવી છે.

હાલ આ સિસ્ટમની દિશા ઉત્તર તરફની રહેવાની શક્યતા છે. જેના કારણે આગામી સાત દિવસ સુધી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. આ સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા અને જે પણ દરિયામાં છે તેઓ પરત ફરે તેવી સૂચના આપી છે.

હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી છે. તો દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, ભરૂૂચ, તાપી, ડાંગમાં પણ ગાજવીજ સાથે ભેર વરસાદનું અનુમાન છે. સાથે જ દીવ, દીમણ અને દાદરા અને નગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

સંભવિત વાવાઝોડાને લઈ રાજ્ય સરકાર સતર્ક બની છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારે પવન સાથે વરસાદની આગાહીને પગલે જિલ્લા વહીવટી પ્રશાસસને સતર્ક અને સજાગ રહેવા કહ્યું છે. સાથે જ 24 કલાક કંટ્રોલ રૂૂમ કાર્યરત કરવા સૂચના આપી અને તકેદારીના ભાગરૂૂપે જરૂૂરી પગલા લેવા અને સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર જિલ્લાઓ સાથે સતત સંપર્કમાં રહે તેવી તાકીદ કરી છે.

Tags :
gujaratgujarat newsGujarat-Saurashtraheavy rainsheavy rains forecast
Advertisement
Next Article
Advertisement