ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

આગામી બે દિવસ અતિભારે વરસાદની આગાહી: સરકારની તાકીદની બેઠક

12:58 PM Aug 20, 2025 IST | Bhumika
Advertisement

દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં સંભવિત ખતરાને પગલે રાહત કમિશનરની સમગ્ર તંત્રને એલર્ટ રહેવા સુચના

Advertisement

જઊઘઈ-ગાંધીનગર ખાતે રાહત નિયામકના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભારતીય હવામાન વિભાગના અધિકારી દ્વારા ગુજરાતમાં આગામી સપ્તાહ દરમિયાન વરસાદની સ્થિતિ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

હવામાન વિભાગ દ્વારા 20 ઓગસ્ટના રોજ અમરેલી, ભાવનગર, સુરત, નવસારી તથા વલસાડ જિલ્લામાં તેમજ તા. 21 ઓગસ્ટના રોજ કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર તથા જૂનાગઢ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત આગામી તા. 25 ઓગસ્ટ સુધી સમગ્ર રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

બેઠકમાં NDRF અને જઉછઋ અધિકારીઓના જણાવ્યા મુજબ ચોમાસામાં દરમિયાન ઉપસ્થિત થતી કોઇપણ કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા NDRFની કુલ 12 ટીમ અને જઉછઋની 20 ટીમ અલગ-અલગ જિલ્લાઓ ખાતે ડીપ્લોય કરવામાં આવી છે. આ ઉપરાંત NDRFની એક ટીમ રીઝર્વ રાખવામાં આવી છે. વધુમાં, સુરેન્દ્રનગર જિલ્લામાં આયોજિત તરણેતરના મેળા માટે પણ એક SDRF ટીમ ફાળવવા રાહત નિયામકે સૂચના આપી હતી.

સિંચાઇ વિભાગના અધિકારી દ્વારા રિઝિયન વાઈઝ ડેમમાં પાણીના સ્ટોરેજની સ્થિતિ અંગે વિસ્તૃત માહિતી આપી ચર્ચા કરવામાં આવી હતી. તેમણે રાજ્યના 206 જળાશયો પૈકી 61 જળાશયો હાઇએલર્ટ, 27 જળાશયો એલર્ટ તથા 21 જળાશયો વોર્નિંગ લેવલ પર હોવાનું આ બેઠકમાં જણાવ્યું હતું.

આ ઉપરાંત સરદાર સરોવર નર્મદા નિગમના અધિકારી દ્વારા સરદાર સરોવર સ્ટોરેજ વિશે પણ માહિતી આપવામાં આવી હતી. આ બેઠકમાં રાહત નિયામક દ્વારા તમામ વિભાગના નોડલ અધિકારીઓને જરૂૂરી માર્ગદર્શન તથા સૂચનાઓ પાઠવવામાં આવી હતી.

સાથે જ, ચોમાસામાં સંભવિત ભારે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા એલર્ટ રહેવા પણ જણાવ્યું હતું. આ બેઠકમાં ગુજરાત પાણી પુરવઠા બોર્ડ, ગુજરાત મેરીટાઈમ બોર્ડ, સેન્ટ્રલ વોટર કમિશન, ઈંજછઘ, ૠજછઝઈ, કૃષિ, આરોગ્ય, માર્ગ અને મકાન વિભાગ, એનર્જી, ઈન્ડિયન આર્મી, પંચાયત, શહેરી વિકાસ અને પશુ પાલન વિભાગના નોડલ અઘિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

24 કલાકમાં 168 તાલુકામાં વરસાદ, 38 સ્થળે 1 ઈંચથી વધુ
ગુજરાતમાં આજે પણ 138 તાલુકામાં સામાન્ય ઝાપટાથી માંડી 11 ઈંચ વરસાદ નોંધાયો હતો. સવારે 6 વાગ્યે પુરા થતાં 24 કલાક દરમિયાન સૌથી વધુ કલ્યાણપુરમાં 11 ઈંચ વરસાદ ખાબકયો હતો. કુલ 12 તાલુકામાં બે ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. દ્વારકામાં 6, પોરબંદરમાં 4, માંગરોળમાં 3.75 ઈંચ, સુત્રાપાડામાં વધુ 3॥ ઈંચ, જાફરાબાદમાં 3, ઉનામાં 3, કોડીનારમાં અઢી, વેરાવળમાં 2.28, રાણાવાવમાં 2.24, માંડવી-કચ્છમાં 2.05, રાજુલામાં બે ઈંચ વરસાદ નોંધાયો છે કુલ 38 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ પડયો છે.

Tags :
gujaratgujarat newsMonsoonrainrain fall
Advertisement
Next Article
Advertisement