રાજ્યના આ જિલ્લામાં આજે અતિ ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે જાહેર કર્યું રેડ એલર્ટ
સૌરાષ્ટ્રમાં આનેક જિલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ત્યારે રાજ્યનામાં છેલ્લા 24 કલાકમાં 122 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ દેવભૂમિ દ્વારકામાં 14 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. ત્યારે આ દરમિયાન હવામાન વિભાગે આજે પણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને લઇને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અત્યંત ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી અને વલસાડ જિલ્લાના અમુક સ્થળોએ અત્યંત ભારે વરસાદનું અનુમાન આગાહી કરી છે.
સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ આજે અત્યંત ભારે વરસાદને લઇને હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યુ છે. તો પ્રવાસન સ્થળ દીવમાં પણ ભારે વરસાદનું અનુમાન લગાવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના છ જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, અમરેલી અને ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.
આ સિવાય રાજ્યના નવ જિલ્લાના છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહીને લઈને હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યુ છે.કચ્છ,જામનગર, ભાવનગર, સાબરકાંઠા અને અરવલ્લીમાં વરસાદનું યલો એલર્ટ છે. તો દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. .. ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં છુટાછવાયા સ્થળોએ વરસાદની શક્યતા લીએન યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.