આગામી 4 દિવસ સૌરાષ્ટ્ર-દ.ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
આવતીકાલે 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, દરિયાકાંઠાના જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની શકયતા
ગુજરાતમાં વરસાદની વાત કરવામાં આવે તો અત્યારે મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં અત્યારે અતિભારે વરસાદ વરસી રહ્યો છે.હવામાન વિભાગની આગાહી અનુસાર આજે (22 જુલાઇ) બપોરથી ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ, ભાવનગર, સુરત, નર્મદા સહિતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. આ ઉપરાંત રાજકોટ, જામનગર, બોટાદમાં ભારે વરસાદ થઇ શકે છે.
દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ અને દાહોદમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાને પગલે ઓરેન્જ એલર્ટ અપાયું છે. કચ્છ, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, ખેડા, આણંદ, વડોદરા, ભરૂૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, છોટા ઉદેપુરમાં ભારે વરસાદની શક્યતાના પગલે યલો એલર્ટ અપાયું છે.
ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાના પગલે ઓરેન્જ એલર્ટ, કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, વડોદરા, ભરૂૂચ, નર્મદા અને છોટા ઉદેપુરમાં ભારે વરસાદની શક્યતાના પગલે યલો એલર્ટ અપાયું છે.
જ્યારે પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર અને અરવલ્લીમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.